- દિવ્યાંગ કલ્યાણ માટે રાજ્યોમાં શથે એડવાઈઝરી બોર્ડનું ગઠન
- બોર્ડની રચના કરવા કેન્દ્રએ આપ્યો આદેશ
દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારના રોજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય કમિશનરોની નિમણૂક કરવા અને વહેલી તકે રાજ્ય એડવાઈઝરી બોર્ડની રચના કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ કોરોના મહામારી દરમિયાન દરમિયાન દિવ્યાંગ કલ્યાણ માટે રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાઓ માટે પણ રિપોર્ટ માંગવામાં આવ્યા છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય દિવ્યાંગ સલાહકાર બોર્ડની ચોથી બેઠક દરમિયાન રાજ્યોને આ સૂચનાઓ આપવામાં આવી હતી.આ મળેલી બેઠકમાં રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે જુદા જુદા સક્ષમ લોકો માટે આરક્ષિત ખાલી જગ્યાઓ સંબંધિત ડેટાને પારદર્શી તરીકે સંભાળવા માટે ઓનલાઈન મેકેનિઝ્મ બનાવવાની સહાલ આપી છે, આ સાથે જ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવા માટે વિશેષ ભરતી અભિયાન ચલાવાને ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બોર્ડે દ્રારા તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને મિશન મોડમાં સુગમ ભારત અભિયાન લાગુ કરવા માટે અસરકારક પગલાં લેવા જણાવ્યું છે.આ સાથે જ છ મહિનાની અંદર વિવિધ દિવ્યાંગ લોકો માટે ચીફ કમિશનરની સાથે સલાહ કરતાની સાથે, પોત પોતાના ક્ષેત્ર સંબંધિત સુલભ ધોરણોને નક્કી કરવા માટે અપંગતા અધિકારીતા વિભાગને રજૂઆત કરવા જણાવ્યું હતું, જેથી તેમની સૂચના જારી કરી શકાય.
સાહીન-