Site icon hindi.revoi.in

બેંકો તરફથી વધારવામાં આવેલા ચાર્જ પર કેન્દ્ર સરકારનું સખ્ત વલણ – કોઈ પણ સર્વિસ ચાર્જ નહી વસુલાય

Social Share

કેટલીક સંરકારી બેંકો તરફથી બેંકિગ સેવા માટે વધુ ચાર્જ વસુલવા બાબતે કેન્દ્ર સરકારે હવે સખ્ત વલણ અપનાવ્યું છે, આ બાબતે નાણામંત્રાલ એ કેટલીક હકીકતો લોકો સામે મૂકી છે. કેન્દ્રએ કહ્યું કે, 60 કરોડથી વધુ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એટલે કે કેટલાક બચત ખાતા પર કોઈ પણ પ્રકારની સેવાનો ચાર્જ લેવામાં આવશે નહી.

કેન્દ્ર સરકારે આ બાબતે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, બેંકોમાં ગરિબો અને  બેંકની સેવાથી દુર રહેલા લોકો માટે 41.13 કરોડ જન ધન ખાતાઓ માટે બેંક દ્વારા કોઈ સેવાનો ચાર્જ વસૂલવામાં આવતો નથી, રેગ્યૂલર સેવિંગ એકાઉન્ટસ, કરંટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ અને કેશ ક્રેડિટ એકાઉન્ટ પર સર્વિસ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો નથી.

જો કે, બેંક ઓફ બરોડાએ 1 નવેમ્બર, 2020 થી પૈસા જમા કરાવવા બાબતે અને પૈસા ઉપાડવા અંગેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બેંકે કોઈ પણ ચાર્જ વગર પૈસા જમા કરાવવા પર અને પૈસા ઉપાડવા પરની જે  5 વખતની મર્યાદા હતી તેને ધટાડીને ત્રણ કરી છે. જો કે, કોરાના મહામનારીને લઈને દેશની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં લેતા, બેંકે આ ફેરફાર રદ કર્યા છે, હવે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહી.

નાણામંત્રાલયે આ બાબતે સાફ જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ પણ બેંક એ બદલાવ કર્યા નથી, બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જારી કરેલા દિશા નિર્દેશમાં જણાવ્યું છે કે, સરકારી તમામ બેંકો સહીત ખાનગી બેંકોને પણ પોતાના બેંક ખર્ચના આધાર પર સેવાનો ચાર્જ વસુલ કરવાની છૂટ આપવામાં આવી છે.

જો કે ,આરબીઆઈ એ પહેલા જાણાવ્યું હતું કે, બેંક તરફથી જે પણ લેવી ચાર્જ લેવામાં આવશે તે સ્પષ્ટ, પારદર્શી અને ભેદભાવ વગરનો રહેશે, આ સાથે જ સરકારી ક્ષેત્રની બેંકોને સાફ નિર્દેશ આપવામાં આવ્યો, છે કે હાલ કોરોના મહામારીને કારણે પરિસ્થિતિને જોતા બેંકો ગ્રાહકો પાસ કોઈ પણ ચાર્જ વસુલ કરે નહી.

સાહીન-

 

 

Exit mobile version