- કેન્દ્ર સરકારે તમિલનાડુને ભગવાન રામ-સીતાની મુર્તિઓ પરત કરી
- આ મૂર્તિઓ વિતેલા વર્ષે ચોરી કરાઈ હતીટ
- ચોરી થયેલી મૂર્તિઓ લંડન લાવવામાં આવી હતી
- બુધવારના રોજ મંત્રી પ્રહલાદ પટેલએ રાજ્ય સરકારને મૂર્તિઓ સોપી
નવી દિલ્હી – : કેન્દ્ર સરકારે વિતેલા દિવસને બુધવારના રોજ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની કાસ્યની મૂર્તિઓ તમિલનાડુ સરકારને સોંપી દીધી છે, રાજ્યના પુરાતત્ત્વીય વિભાગના મુખ્ય મથક ખાતે એક સમારોહ દરમિયાન કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે 20 વર્ષ પહેલા અહીંથી ચોરી કરેલી મૂર્તિઓ તમિલનાડુ સરકારને સોંપી હતી. આ શિલ્પો બ્રિટનમાં મળી આવી હતી.
લંડન મેટ્રોપોલિટન પોલીસે આ મુર્તિઓ કબજે કર્યા બાદ 15 સપ્ટેમ્બરે ભારતીય હાઈકમિશનને પરત કરી હતી. મંત્રી પટેલ પણ તે કાર્યક્રમમાં વીડિયો દ્વારા આ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બુધવારના રોજ મંત્રી પટેલે આ માટે લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગને અભિનંદન પાઠવ્યા હતા અને લંડન મેટ્રોપોલિટન પોલીસનો પણ આભાર માન્યો.
ઉલ્લએખનીય છે કે વિતેલા વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિનામાં, ભારત હાઈકમિશનને ભારત ગૌરવ પ્રોજેક્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, તમિલનાડુના વિજયનગર કાર્પેટ મંદિરમાંથી ખુબ પ્રાચીન મૂર્તિઓ જેમાં ભગવાન રામ-લક્ષમણ હનુમાન અને સીતાની મૂર્તિઓ ચોરી થયા બ્રિટનમાં દાણચારીના માધ્યમથી લાવવામાં આવી છે. આ મૂર્તિઓ ફરીથી પ્રાપ્ત કરવા માટે હાઇ કમિશને લંડન મેટ્રોપોલિટન પોલીસની મદદ માંગી હતી.છેવટે મૂર્તિઓ મળી જતા વિતેલા દિવસે તમિલનાડુ સરકારને પરત કરવામાં આવી છે.
સાહીન-