Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારે દિલ્હીમાં 730 મેટ્રીક ટન ઓક્સિજન પુરુ પાડ્યું – સીએમ કેજરીવાલે પીએમ મોદીએ પત્ર લખીને આભાર માન્યો

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ વકરતા ઓક્સિજની કમી વર્તાઈ રહી છે ત્યારે દિલ્હીના મુખ્ય મંત્રીએ પીએમ મોદી પાસે પુરતા પ્રમાણમાં ઓક્સિજનના જથ્થાની માંગણી કરી હીત,કેન્દ્ર એ દિલ્હીને ઓસ્કિજન પ્રર્યાપ્ત માત્રામાં પુરુ પાડતા સીએમ અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આભાર માન્યો છે

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીને 730 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવા બદલ સીએમ કેજરીવાલે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પહેલીવાર દિલ્હીને તેના ક્વોટા કરતા વધારે ઓક્સિજન પુરુ પાડ્યું છે.

કેજરીવાલે તેમના પત્રમાં લખ્યું છે કે, “દિલ્હીમાં ઘણા દિવસોથી ઓક્સિજનની ભારે અછl વર્તાઈ રહી હતી, દિલ્હીમાં દરરોજ તબીબી રીતે 700 ટન ઓક્સિજનનો વપરાશ થાય છે. અમારા દ્રારા કેન્દ્ર સરકારને સતત પ્રાર્થના કરવામાં આવી રહી હતી કે અમને આટલા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવે. ગઈકાલે પહેલીવાર દિલ્હીમાં 730 ટન ઓક્સિજન મળ્યો હતો”.

સીએમ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે,હું દિલ્હીની જનતા વતી હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરું છું. તમને નિવેદન છે કે ઓછામાં ઓછું આટલું ઓક્સિજન દિલ્હીને આપવા આવે અને તેમાં કોઈ કાપ મૂકવો ન જોઇએ. આ માટે સમગ્ર  દિલ્હી તમારી આભારી રહેશે.

 

Exit mobile version