Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરને આતંકવાદમુક્ત કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે પણ આતંકવાદને લઈને હજુ પણ અનેક સમસ્યાઓ ચાલી રહી છે. આતંકવાદ જેવી મોટી સમસ્યાને પાર પાડવા માટે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને જળમૂડથી નાથવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા જવનાઓએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને ચાલુ વર્ષે જ 116 આતંકવાદીઓને ઠાર માર્યાં છે.

બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી સંગઠનોના ફંડીંગ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાની સાથે આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત શરૂ કરી હતી. જેથી આતંકવાદી સંગઠનોના ફન્ડિગ પર કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિઓને પ્રાત્સાહિત કરવા અલગાવવાદી નેતાઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આતંકવાદીઓના સાર્વજનીક જનાજા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાઈબર પોલીસે પણ સોશિયલ મીડિયા પર સતર્કતા વધારી દીધી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થતા છંછેડાયેલા પાકિસ્તાન દ્વારા આતંરરાષ્ટ્રીય મંચ પર રજૂઆત કરી હતી. જો કે, આ ભારતનો આંતરીક મામલો હોવાનું ભારતે જણાવતા અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાનને મદદ કરી ન હતી. તેમજ છતા પોતાના નાપાક ઈરાદાને પૂર્ણ કરવા માટે પાકિસ્તાન દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારત દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

ભારતીય જવાનોએ પણ આતંકવાદીઓ સામે ઓપરેશન શરૂ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 116 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. ભારતીય સુરક્ષા જવાનોએ વર્ષ 2014માં 110, વર્ષ 2015માં 108, વર્ષ 2016માં 150, વર્ષ 2017માં 213, વર્ષ 2018માં 257 અને વર્ષ 2019માં 157 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓ ઉપર પણ રોક લાગી છે.