- કેન્દ્ર સરકારની કામદારોને ખાસ ભેટ
- દેશમાં પહેલી વખત કામદારોને આપવામાં આવશે યાત્રા ભથ્થું
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન બાદ દેશના કામદારો પ્રત્યે હવે કેન્દ્ર સરકાર વ્હારે આવી છે, કેન્દ્ર સરકાર એ તમામ રાજ્યોમાં કામદારોને મુસાફરી ભથ્થું આપવાની યોજના બનાવી છે.
આ સમગ્ર બાબતે શ્રમ અને રોજગાર મંત્રાલયની સૂચનામાં જણવવામાં આવ્યું છે, કે કોઈપણ સંસ્થાના કામદારોને વર્ષમાં એકવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ભથ્થું આપવામાં આવશે. આ કામદારને ટ્રેનમાં ઓછામાં ઓછી બીજા વર્ગની મુસાફરીની સુવિધા મળશે.
જો તેઓ રોજગારવાળા સ્થળેથી તેના ગૃહ રાજ્યમાં બસમાં જાય છે, તો પણ તેના માટે નિયત ભથ્થું રકમ પણ આપવામાં આવશે. આ માટે, કામદારને ફક્ત એક શરત પૂરી કરવી પડશે. શરત એ છે કે તેણે અગાઉના 12 મહિના દરમિયાન સંબંધિત પ્રતિષ્ઠાનમાં 180 દિવસ કામ કરેલુંવ હોવું જોઈએ છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ અંગેની જાહેરનામામાં ઘણી નવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જનતાના સૂચનો લેવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યાર બાદ એક મહિના પછી અંતિમ રુપથી તેને લાગુ કરી દેવામાં આવશે, હમણાં સુધી કામદારોને આ પ્રકારનું ભથ્થું આપવામાં આવતું નહોતું, કેન્દ્ર સરકારે હવે તમામ મથકોના કામદારોને મુસાફરી ભથ્થું આપવાનો નિયમ બનાવ્યો છે.
સાહીન-