Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારે ખાલિસ્તાન સમર્થક 12 વેબસાઈટ પર રોક લગાવાની કરી જાહેરાત

Social Share

કેન્દ્ર સરકારે ખાલિસ્તાન સમર્થકો સંબધિત 12 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેર કરી છે. આ  સમગ્ર મામલે જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રતિબંધિત કેટલીક વેબસાઇટ્સ સીધી ગેરકાયદેસર સંસ્થા શિખ્સ ફોર જસ્ટિસ દ્વારા સંચાલીત કરવામાં આવી રહી હતી. વેબસાઇટ્સમાં ખાલિસ્તા તરફી સામગ્રી જોવા મળી હતી.

નામ ન આપવાની શરત સાથે એક સુત્રએ જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આઈટી એક્ટની કલમ 69 એ હેઠળ 12 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.”

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને ભારતમાં સાયબર સ્પેસ પર નજર રાખવા માટેનો અધિકાર પ્રાપ્ત છે. પ્રતિબંધિત વેબસાઇટ્સમાં એસએફજેએએ 4 ફાર્મર્સ, ‘પીબીટીમ’, ‘સેવા 413’, ‘પીબી 4 યુ’, ‘સાડાપિન્ડ’નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ખાલિસ્થાન સમર્થક વેબસાઈટમાં કેટલીક પ્રતિબંધિત વેબસાઇટ્સને ઈન્ટનેટ પર સર્ચ કરતા એવો મેસેજ મળી રહ્યો છે કે, તમે વિનંતી કરેલી ‘યુઆરએલ’ પર ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ તરફથી મળેલી સૂચના હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુ માહિતી માટે સંચાલકનો સંપર્ક કરો. ‘

ગૃહ મંત્રાલયે વિતેલા વર્ષ દરમિયાન દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે એસએફજે પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઇમાં સરકારે અલગાવવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે ‘એસએફજે’ સંબંધિત 40 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સાહીન-

Exit mobile version