નવી દિલ્હી: જાહેરક્ષેત્રની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું નુકસાન વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં વધીને 2477.41 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. બેંકના ફસાયેલા કર્જની અવેજમાં જોગવાઈ પ્રકારની રકમના વધારવાના કારણે બેંકનું નુકસાન વધ્યું છે.
બેંક આના પહેલા 2017-18ના આ જ ત્રિમાસિક સમયગાળામાં 2113.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર 2018માં બેંકને માત્ર 718.23 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
જો કે સેન્ટ્રલ બેંકે આ જાણકારી આપતા કહ્યુ હતુ કે માર્ચમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક સમયગાળામાં તેની કુલ આવક ગત વર્ષની આ અવધિના 6301.50 કરોડ રૂપિયાના મુકાબલે વધીને 6620.51 કરોડ રૂપિયા થઈ હતી. આખા નાણાંકીય વર્ષ 2018-19ની વાત કરીએ, તો બેંકનું નુકસાન વધીને 5641.48 કરોડ થયું છે, જે તેનાથી પાછળના વર્ષમાં 5104.91 કરોડ રૂપિયા હતું.
વર્ષ દરમિયાન બેંકની આવક પણ એક વર્ષ પહેલાના 26657.86 કરોડ રૂપિયાથી ઘટીને 25051.51 કરોડ રૂપિયા થઈ હતી. બેંકની માર્ચ 2019ના આખરમાં એનપીએ તેના કુલ કર્જના 19.29 ટકા રહી ગઈ હતી કે જે આના પાછલા વર્ષમાં 21.48 ટકા હતી.
બેંકનું શુદ્ધ એનપીએ એટલે ફસાયેલું ચોખ્ખું કર્જ પહેલાના 11.10 ટકાથી ગટીને 7.73 ટકા રહી ગયું હતું. 2018-19ના માર્ચના ત્રિમાસિક સમયગાળા દરમિયાન ફસાયેલા કર્જની અવેજમાં 4523.57 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી કે જે વર્ષભર પહેલાની અવધિમાં 4832.47 કરોડ રૂપિયા હતી.
બેંકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે એમ્પ્લોઈઝ સ્ટોક પરચેઝ સ્કીમ- ઈ-સૉપ હેઠળ કર્મચારીઓને શેર જાહેર કરીને 212.5 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. બેંકે ક્હ્યું છે કે બેંકના નિદેશક મંડલની ક્ષતિપૂર્તિ સમિતિની આજે થયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે કે 26071 કર્મચારીઓને એમ્પ્લોઈઝ સ્ટોક પરચેઝ સ્કીમ હેઠળ 7871622 શેરોની ફાળવણી કરવામાં આવે.
2017-18માં એનપીએ માટે એસેટ ક્લાસિફિકેશન અને પ્રોવિઝનિંગમાં વિચલન પર બેંકે કહ્યુ છે કે કુલ એનપીએમાં 636.20 કરોડ રૂપિયાનું અંતર હતું. શુદ્ધ એનપીએમાં 452.80 કરોડ રૂપિયાનું અને પ્રોવિઝનિંગમાં 1142 કરોડ રૂપિયાનું.
આરબીઆઈના નવા આંકડા પ્રમાણે, યાદીબદ્ધ બેંકોનું કુલ એનપીએ 8.5 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. હવે આરબીઆઈએ બેંકો માટે જાણકારી આપવાના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. માટે આ આકંડાના વધવાનો અંદેશો છે. નાણાંકીય રેટિંગ એજન્સી ઈક્રાએ તેના ઝડપથી 9.25 લાખ કરોડ રૂપિયાને પાર જવા અને ક્રિસિલે 9.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
ભારતના સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના બજેટોને એકઠા કરવામાં આવે, તો આ રકમ તેનાથી પણ વધુ છે અને શ્રીલંકાના જીડીપીના લગભગ બેગણા જેટલી છે. હવે લગભગ ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં લગભગ 80 ટકા હિસ્સો સરકારી માલિકીવાળા 21 જાહેરક્ષેત્રની બેંકોનો છે. માટે આ ડૂબતી લોનો પણ મોટાભાગે તેમના જ ખાતામાં જાય છે.
જો આના કારણોની તપાસ કરવામાં આવે, તો યુકો બેંકના મામલામાં ચાલી રહેલી સુનાવણીથી આના વિશ્લેષણ માટે કેટલાક સારા પ્રારંભિક બિંદુ મળે છે.