Site icon hindi.revoi.in

બોલિવૂડના મોટા સ્ટાર્સ નથી ભારતના નાગરિક, વિદેશી પાસપોર્ટ સાથે રહે છે ભારતમાં

Social Share

મુંબઈ: થોડા સમય પહેલા અક્ષય કુમારના વિદેશ નાગરિક હોવાને લઈને વિવાદ ચર્ચામાં આવ્યા હતો. અક્ષય કુમાર વિશે જાણ થઈ હતી કે તેઓ કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે અને તે બાદ તેમના કેટલાક ચાહકોમાં નારાજગી પણ જોવા મળી હતી.

જો કે હવે આ વાતમાં મોટો ખુલાસો એ થયો છે કે માત્ર અક્ષય કુમાર નહી પરંતુ કેટલાક મોટા સ્ટાર્સ પણ છે જે ભારતની નાગરિકતા ધરાવતા નથી અને ભારતમાં એમ્પ્લોયમેન્ટ વિઝા સાથે રહે છે.

જો વાત કરવામાં આવે કેટરીના કૈફની તો તે બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેમજ કેટરીના અત્યારે એમ્પ્લોયમેન્ટના વિઝા પર ભારતમાં રહે છે. ઇમરાન ખાન પણ ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. આમીર ખાનના આ ભાણીયા પાસે પણ ભારતીય નાગરિકતા નથી. વર્ષ 2014માં તેણે કહ્યું હતું કે તેને ભારતીય નાગરિક બનાવવા સરકાર સમક્ષ રજુઆત કરી હતી પરંતુ તે શક્ય બન્યું નહીં.

બોલિવૂડમાં ટોચની અભિનેત્રીઓમાં જેનું નામ આવે છે એ આલિયાનું નામ પણ આ જ લીસ્ટમાં છે. આલિયા પાસે પણ ભારતીય નાગરિકત્વ નથી. ખરેખર આલિયા ભટ્ટની માતા સોની રઝદાનનો જન્મ બ્રિટીશ (ઇંગ્લેંડ શહેર બર્મિંગહામ)માં થયો છે, અને તેમની પાસે ત્યાનું નાગરિકત્વ છે. આ કારણે આલિયા પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ છે અને ત્યાંની નાગરિકતા પણ છે.

દીપિકા પાદૂકોણ પણ આ યાદીમાં છે કે જેની પાસે ભારતની નાગરિકતા નથી અને તેની પાસે ડેન્માર્કની નાગરિકતા છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ ભારત માટે બેડમિન્ટન રમી ચુક્યા છે. પરંતુ દીપિકાનો જન્મ ડેનમાર્કમાં થયો હોવાથી તેની પાસે ત્યાની નાગરિકતા છે. જો કે એવું પણ કહેવાય છે કે દીપિકા પાસે બે નાગરિકતા છે ભારત અને ડેનમાર્કની.

Exit mobile version