Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પૂનમની ઉજવણી, ભક્તોએ ઓનલાઈન કર્યા દર્શન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સાદગીથી ભાદરવી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર કરવામાં આવ્યો હતો. તેમજ મંદિર પણ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, માઈ ભક્તો માતાજીના દર્શન ઘરે બેઠા-બેઠા કરી શકે તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. સાત દિવસ દરમિયાન લગભગ 27 લાખથી વધારે ભક્તોએ ઓનલાઈન માતાજીના દર્શન કર્યાં હતા.

શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભારદવી પૂનમના મેળાનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે. તેમજ આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી આવે છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રથમવાર ભાદરવી પૂનમનો મેળો દર કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોના મહમારીથી મુક્તિ મેળે તે માટે સાત દિવસથી સહસ્ત્રી ચંડી યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આજે ભાદરવી પૂનમના દિવસે ઈતિહાસમાં પ્રથમવાર મંદિર ભક્તો વિનાનું જોવા મળ્યું હતું.

મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીને પગલે ભારદવી પૂનમનો મેળો રદ કર્યો હતો. માઈ ભક્તો ઘરે બેઠા-બેઠા માતાજીના ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી. જેથી પાંચ દિવસમાં 27 લાખથી વધારે ભક્તોએ માતાજીના ઓનલાઈન દર્શન કર્યાં હતા.