Site icon hindi.revoi.in

આરપીજી જૂથની કંપની CEAT TYRESએ બોલીવુડ એક્ટર આમિર ખાનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

Social Share

દિલ્લી: આરપીજી જૂથની કંપની Ceat Tiresએ બોલીવુડ એક્ટર આમિર ખાનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ખાન વિવિધ મીડિયા મંચો પર કંપનીના પ્રચાર અભિયાનનો એક ભાગ બનશે. કંપનીએ કહ્યું કે આમિર ખાન ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સૌથી પ્રતિભાશાળી એક્ટર્સ માના એક છે. કંપનીએ તેને બે વર્ષ માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

કંપનીએ કહ્યું કે, એકીકૃત માર્કેટિંગ અભિયાન અંતર્ગત ખાન દુબઈમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બે વિજ્ઞાપનમાં દેખાશે. પ્રથમ વિજ્ઞાપનનું પ્રસારણ શનિવારથી શરૂ થશે. આ વિજ્ઞાપન Ceatની સિક્યોરાડ્રાઈવ રેન્જના પ્રીમિયમ કારના ટાયરો વિશે છે.

Ceat Tires એ કહ્યું કે, પ્રથમ વિજ્ઞાપન ઓનલાઇન અને ઓફલાઇન વિવિધ મીડિયા મંચો પર દેખાશે. Ceat સિક્યોરાડ્રાઈવ ટાયરોનો ઉપયોગ વિવિધ પ્રીમિયમ સેડાન અને કોમ્પેક્ટ એસયુવીમાં હોન્ડા સિટી, સ્કોડા ઓક્ટાવિયા, ટોયોટા કોરોલા, હ્યુન્ડાઇ ક્રેટા, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા અને અન્ય કારોમાં થાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન અને એક્ટ્રેસ કરીના કપૂરની લીડ રોલ વાળી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ હવે ક્રિસમસના તહેવાર પર 2021માં રીલીઝ થશે. ફિલ્મ નિર્માતાઓએ આની ઘોષણા કરી દીધી હતી. તે હિન્દી ફિલ્મ હોલીવુડના ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રિમેક છે. 1994માં બનેલી આ ફિલ્મમાં ટોમ હૈક્સ લીડ રોલમાં હતા.

‘સિક્રેટ સુપરસ્ટાર’ ના અદ્વૈત ચંદન આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે અને તેની સ્ક્રિપ્ટ અભિનેતા-લેખક અતુલ કુલકર્ણીએ લખી છે. આ ફિલ્મનું નિર્માણ વાયાકોમ 18 મોશન પિક્ચર્સ અને આમિર ખાન પ્રોડક્શન કરી રહી છે.

_Devanshi

Exit mobile version