Site icon Revoi.in

સીસીડીના માલિકનો મૃતદેહ મળી આવ્યોઃ બોર્ડને લખેલા પત્રમાં આર્થિક પરિસ્થિતીનો ઉલ્લેખ

Social Share

સીસીડીના માલિકનો મૃતદેહ મળી આવ્યો

બોર્ડને લખેલા પત્રમાં પોતાને જ દરેક પરિસ્થિતી માટે જવાબદાર ગણ્યા

સીસીડી ઘણા સમયથી ખોટમાં ચાલી રહ્યું હતું

આર્થિક લેન-દેનની વાત પરિવારથી પમ છુપાવી હતી

 સતત હતાશ થઈને આ પગલું ભર્યું

CCDના માલિક અને પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ બે દિવસ પહેલા નેત્રાવતી નદી પર ફરવા જવાનું કહીને પરત ફર્યા ન હતા,તેમના ડ્રાઈવરે આપેલા બયાન મુજબ તેઓ  ડ્રાઈવરને નદીના કિનારે ઊભા રાખીને પોતે નદીના પાસે આંટો મારવાનું કહી ને ગયા હતા ત્યાર બાદ ઘણો સમય વિત્યા પછી પણ તેઓ પરત ન ફરતા તેમની શાધખોળ શરુ થઈ હતી, ત્યારે ગઈ કાલે એક માછીમારે તેમણે નદીમાં જંપલાવ્યું છે તેમને કુદકો મારતા મે જોયા છે તેમ જણાવ્યું હતુ, જે વાતને લઈને આત્મહત્યાની શંકા થતા પોલીસકર્મી, તટરક્ષક દળ, મરજીવા અને માછીમારો સહિત 200 લોકો તેમની શોધમાં કાર્યરત હતાં ત્યારે જે વહેલી સવારે નેત્રાવદી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.


સિદ્ધાર્થે અનેક કંપનીઓમાં રોકાણ કર્યું હતુ તેઓનો ખુબ મોટા પાયો બિઝનેસ ચાલતા હતા    પોતાની વધુ એક કંપની ટેંગલિન ડેવલપર્સમાં પોતાનો હિસ્સો વેચવા માટે તેઓ વિચારી રહ્યા હતા તે ઉપરાંત ન્યૂયોર્કનો બ્લેકસ્ટોન ગ્રુપનો હિસ્સો રૂ. 2,700-2,800 કરોડમાં વેચવા માગતા હતા. સિદ્ધાર્થ 1999માં માઈન્ડટ્રીના કો-ફાઉન્ડર બન્યા હતા. ત્યારે તેમનું કૈફે સીસીડી ખબજ તેજીથી આગળ વધી રહ્યું હતુ પરંતુ છેલ્લા થોડા વર્ષથી દેવામાં તેઓ ડૂબ્યા હતા જેને લઈને તેમને સતત સ્ટ્રેસ રહેતો હતો.

ત્યારે તેમણએ બોર્ડને લખેલા પત્રમાં જાણવા મળ્યુ હતુ કે, સીસીડી તેજીથી આગળ વધી રહી હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષથી દેવામાં ડૂબી હતી. કંપનીનુ દેવુ તેની સંપત્તિના મુલ્યથી ઓછુ હતું. પરંતુ  અબજોપતિ સિદ્ધાર્થ પર વ્યક્તિગત દેવુ વધી જતા તેઓ તણાવમાં હતા. છે.

સીસીડીના માલિક સિદ્વાર્થે  27 જુલાઈના રોજ કંપની અને કર્મચારીઓને એક પત્ર લખ્યો હતો જે હવે મળી આવ્યો છે આ પત્રમાં સિધ્ધાર્થે બોર્ડ ઓફ ડિરેક્ટર અને સીસીડી પરિવારને કહ્યું કે “37 વર્ષ પછી પોતાના ઘણા પ્રયત્નો કર્યો  છતાં પણ એક  બિઝનેસ કરી શક્યો નહી હું હવે હિંમત હારી ચુક્યો છું ઘણા લોકોએ મારા પર વિશ્વાસ કર્યો હતો જેઓ ને નિરાશ કરવા બદલ હું માફી ઈચ્છું છું ઘણા લાંબા સમયથી હું  પરિસ્થિતી સામે લડી રહ્યો હતો પરંતુ હવે હું થાક્યો છું “

“પ્રાઇવેટ ઇક્વિટી લેન્ડર પાર્ટનરના દબાણ નથી સહન કરી શકતો, જે મને શેર પાછા ખરીદવા માટે ફોર્સ કરી રહ્યાં છે. જેનું અડધું ટ્રાન્ઝેક્શન મે 6 મહિના પહેલા એક મિત્ર પાસેથી મોટી રકમ ઉધાર લીધા પછી પૂર્ણ કરી ચૂક્યો છું. બીજા લેન્ડર પાસેથી પણ દબાણ છે જેના કારણે આ હાલત સામે હું લડી શક્યો નથી ને મ કરવા પર મજબુર થયો છું  સાથે આવક વેરાના પૂર્વ ડીજી પણ મને હેરાન કરી રહ્યા હતા  તમામ ભુલો માટે હું પોતે જ જવાદબાર છું તમે લોકો મજબુત બનજો અને બિઝનેસને નવી દિશા આપજો, દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન મારી જવાબદારી છે. મારી ટીમ, ઓડિટર્સ અને સીનિયર મેનેજમેન્ટને મારા તમામ ટ્રાન્ઝેક્શનની બાબતમાં કાંઇ ખબર નથી. કાનુને માત્રને માત્ર મને જવાબદાર ગણવો જોઇએ કેમકે મે આ જાણકારી દરેકથી છુપાવી હતી સાથે પરિવારથી પણ આ તમામ બાબત મે છુપાવી હતી  પરાંત મારે કોઈ સાથે છેતરામણી કરવાનો ઈરાદો હતો જ નહી હું બને ત્યા સુધી  તમામ બાબત જાતે પતાવવા માંગતો હતો પરંતુ હે તે કરી શક્યો નહી છેવટે હું આશા રાખુ છું તમે બધા મને સમજશો ને મને માફ કરશો ”