1. Home
  2. revoinews
  3. 15 જુલાઈ પહેલા જાહેર થશે CBSE અને ICSE ના પરિણામ
15 જુલાઈ પહેલા જાહેર થશે CBSE અને ICSE ના પરિણામ

15 જુલાઈ પહેલા જાહેર થશે CBSE અને ICSE ના પરિણામ

0
  • કેન્દ્ર સરકારે CBSE બોર્ડની પરીક્ષાને લઈને નવું સોગંદનામું સુપ્રીમમાં કર્યું રજૂ
  • સોગંદનામામાં પરીક્ષાને લઈને તમામ વાતો સ્પષ્ટ કરવામાં આવી
  • હવે 15 જુલાઈ પહેલા જાહેર થશે પરિણામ

CBSE અને ICSE ની પરીક્ષાના પરિણામને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર CBSE બોર્ડ પરીક્ષા ને લઈને નવું સોગંદનામું રજૂ કરી દીધું છે. સોગંદનામામાં એ તમામ વાતોની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેની પર ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.

નવા સોગંદનામામાં સ્પષ્ટ થઈ ગયું છે કે CBSE અને ICSE એ બંનેના પરિણામ 15 જુલાઈ પહેલા જાહેર કરવામાં આવશે. CBSE એ જણાવ્યું કે આ પરિણામ ત્રણ પેપરના મૂલ્યાંકનને આધારે જાહેર થશે અને તેના આધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બાદમાં પરીક્ષા આપી શકે છે, જો તે આવો વિકલ્પ પસંદ કરે છે તો પરીક્ષામાં પ્રાપ્ત કરેલા માર્ક જ અંતિમ ગણાશે. મૂલ્યાંકન માર્ક નહીં જોડાય.

CBSE ના સોગંદનામા ને મંજૂરી મળતા સુપ્રીમ કોર્ટે બોર્ડને નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ સાથે એ વાત પણ નિશ્ચિત થઈ ગઈ છે કે 1 થી 15 જુલાઈ દરમિયાન યોજાનારી CBSEની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.

સોગંદનામાની અગત્યની વાતો

  • હવે ધોરણ 10 અને 12ના સ્ટુડન્ટ્સ જેઓએ પરીક્ષા પૂરી કરી લીધી છે તેમનું સામાન્ય રીતે પરિણામ આવશે.
  • જે સ્ટુડન્ટ્સે 3થી વધુ પેપર આપ્યા છે, બાકીના પેપર માટે સર્વશ્રેષ્ઠ 3 વિષયના સરેરાશ માર્ક આપવામાં આવશે.
  • જે સ્ટુડન્ટ્સે 3 પેપર આપ્યા છે, બાકી પરીક્ષાઓ માટે સર્વશ્રેષ્ઠ બે વિષયોના સરેરાશ માર્ક મળશે.
  • જે લોકોએ એક કે બે પેપર આપ્યા છે, તેમના પરિણામ બોર્ડના પ્રદર્શન અને આંતરિક/પ્રેક્ટિકલ મૂલ્યાંકન પર નક્કી થશે.
  • એસજીએ કોર્ટેમાં કહ્યું કે પરિણામને લઈને હજુ કોઈ ચોક્કસ સમય ન કહી શકીએ. પરંતુ સ્થિતિ ઠીક નહીં થાય તો પરીક્ષા નહીં લેવાય.

મહત્વનું છે કે, ગુરુવારે થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકોર પોતાનો પક્ષ રજૂ કરતાં CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વિશે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી. ત્યારબાદ કોર્ટે ટાઇમલાઇન અને પરિણામની સમયમર્યાદા સહિત અનેક બાબતોની સ્પષ્ટતા કરવા માટે કેન્દ્ર સરકારને નવી એફિડેવિટ આપવા માટે કહ્યું હતું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.