Site icon hindi.revoi.in

સિદ્ધૂના પાકિસ્તાન સાથેના પ્રેમે હરાવી દીધા: કેપ્ટન અમરિન્દરસિંહ

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અંદર આંતરકલહ શરૂ થઈ ગયો છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને પોતાની જ સરકારના પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂને નિશાને લીધા છે.

ખાસ કરીને નવજોતસિંહ સિદ્ધૂના પાકિસ્તાન જઈને પાડોશી દેશના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવાને લઈને કેપ્ટને તેમને નિશાને લીધા હતા. કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે ભારતીય અને ખાસ કરીને સેના સાથે જોડાયેલા લોકો પાકિસ્તાની સેનાધ્યક્ષના ગળે મળવા જેવી હરકતોને પસંદ કરી શકે નહીં.

એટલું જ નહીં કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુદાસપુરથી કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડના પાછળ રહેવા મામલે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યુ છે કે સુનીલ જાખડ એક સારા ઉમેદવાર હતા અને તેમણે ત્યાં ઘણું સારું કામ કર્યું હતું. આ વાત હું સમજી શકતો નથી કે આખરે લોકોએ અનુભવી નેતા સામે એક એક્ટરને મહત્વ આપવાનો નિર્ણય કેમ કર્યો ?

જો કે કોંગ્રેસે ઉત્તર ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ પંજાબમાં સારું પ્રદર્શન કર્યું છે. અહીંની 13 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસને આઠ બેઠકો પર સરસાઈ મળી છે. ભાજપ બે બેઠકો અને શિરોમણિ અકાલી દળને બે બેઠકો મળતી દેખાઈ રહી છે. તો ગત ચૂંટણીમાં રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જીતનારી આમ આદમી પાર્ટી માત્ર સંગરુર બેઠક પરથી જ આગળ ચાલી રહી છે.

Exit mobile version