Site icon Revoi.in

PM મોદી- અમિત શાહ દ્વારા આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન મામલે સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા આદર્શ આચાર સંહીતાના કથિત ઉલ્લંઘનના મામલામાં કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.

આના પહેલા કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે મંગળવારે સુપ્રીમ કોર્ટની સમક્ષ દાવો કર્યો છે કે ચૂંટણી પંચ આનું વિશ્લેષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના કથિતપણે નફરત ફેલાવવનારા ભાષણ ખોટો વ્યવહાર છે અને તેના આધારે ધાર્મિક આધારે વૈમનસ્યની ભાવના ફેલાઈ રહી છે. સુષ્મિતાદેવે એક એફિડેવિટમાં મોદી અને અમિત શાહ વિરુદ્ધ આદર્શ આચારસંહીતા ઉલ્લંઘનની ફરિયાદો પર ચૂંટણી પંચના વિભિન્ન આદેશોને સુપ્રીમ કોર્ટની સમક્ષ મૂક્યા છે. તેમાં તેમણે કહ્યુ છે કે ચૂંટણી પંચે કેટલીક ફરિયાદોનો નિપટારો કરતા આ અદાલત દ્વારા નિર્ધારીત કાયદાનું ઉલ્લંઘન કરતા કોઈ કારણ જણાવ્યા વગર ગુઢ રીતે આદેશ પારીત કર્યા છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા છઠ્ઠી મેના રોજ પીએમ મોદીની ટીપ્પણી વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ એક નવી ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. અદાલતમાં દાખલ એફિડેવિટમાં સુષ્મિતા દેવે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની ટીપ્પણીથી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની છબી બગાડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સુષ્મિતાદેવની અરજીને આઠમી મેએ સુનાવણી માટે યાદીબદ્ધ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવને સોમવારે કહ્યું હતું કે તેઓ આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિનચિટ સંબંધિત ચૂંટણી પંચના આદેશોને રેકોર્ડ પર લાવે.