અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત
પાકિસ્તાની પીએમ ઈમરાન માટે એક ફૂટની લાલ જાજમ
ઈમરાનની ટૂંકી લાલ જાજમ જોઈ પાકિસ્તાનના પ્રધાન લાલ-લાલ
અમેરિકા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની બેઈજ્જતી થઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન જ્યારે સાઉદીના પ્રિન્સના વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા, તો તેમના સ્વાગત માટે અમેરિકાનો કોઈ મોટો અધિકારી હાજર ન હતો. પાકિસ્તાનની શરમજનક સ્થિતિ ત્યારે વધારે ઘેરાઈ કે જ્યારે ઈમરાનની આગળ રેડ કાર્પેટ પણ લગભગ એક ફૂટ જેટલી જ બિછાવવામાં આવી હતી. બીજી તરફ પીએમ મોદીના હ્યૂસ્ટન પહોંચવા પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેમને રેડ કાર્પેટ વેલ્કમ આપવામાં આવ્યું અને ઘણાં અમેરિકન અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આના સંદર્ભે પાકિસ્તાનના રેલવે પ્રધાન ભડકી ગયા હતા.
પાકિસ્તાનના પ્રધાન અમેરિકામાં મોદીના ભવ્ય સ્વાગત અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મહત્વ નહીં મળવાને કારણે ખિજાયા હતા. કાશ્મીરના મામલામાં અમેરિકાને ભારતની સાથે આવતું જોતા પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રાશિદે કહ્યુ કે કાશ્મીરના મામલામાં અમેરિકા પર ભરોસો કરી શકાય નહીં. રશીદે આ મામલામાં ચીનને એકમાત્ર નિકટવર્તી મિત્ર ગણાવ્યું છે.
હવે પાકિસ્તાનના લોકો પણ ઈમરાનખાનની મજાક ઉડાવી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યુ છે કે પીએમ મોદી ઈમરાન ખાનનું વિશાળ રેડ કાર્પેટ વેલ્કમ અમેરિકામાં થયું. અમેરિકાના વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમના સ્વાગત કરવા માટે હાજર હતા. મહત્વપૂર્ણ છે કે મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના જ રાજદૂત છે.
શેખ રાશીદે કહ્યુ છે કે કાશ્મીર મામલામાં અમેરિકા પર ભરોસો કરી શકે નહીં. એક ચીન છે, જેની દોસ્તી પર વિશ્વાસ કરી શકાય છે. તેમણે કાશ્મીરને લઈને બેહદ ભડકાઉ નિવેદન આપતા કહ્યુ છે કે કાશ્મીરની લડાઈ લડવામાં આવશે, ચાહે તેમા મરી જવાય અથવા પછી મારી નાખવામાં આવે. પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીરના ભિંભરમાં રેલી દરમિયાન રશીદે આ વાત કહી છે.
તેમણે કહ્યુ છે કે કાશ્મીર માટે પુરી કોમ જાગી ગઈ છે. મરીશું કે મારીને રહીશું. શેખ રશીદે અન્ય પાકિસ્તાની નેતાઓન જેમ કાશ્મીરને લઈને વાસ્તવિકતાથી વેગળા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યુ છે કે ભારતમાં કાશ્મીરી નેતૃત્વ જેલમાં છે. ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કટ્ટરપંથી બનાવતા તેમણે કહ્યુ છે કે મોદીનો એજન્ડા પાકિસ્તાનને ખતમ કરવાનો છે.
કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાના ભારતના નિર્ણયથી ખિજાયેલા પાકિસ્તાનના તમામ નેતાઓમાંથી એક શેખ રશીદે યુદ્ધના ઉન્માદમાં કેટલાક દિવસ પહેલા ત્યાં સુધી ભવિષ્યવાણી કરી દીધી હતી કે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્ધ થવાનું નક્કી છે. એક અન્ય નિવેદનમાં તેમણે ભારતને ચેતવણી આપતા એમ પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની પાસે મોટા જ નહીં, પા-અડધો પા સુધીના એટમ બોમ્બ પણ છે. જે કોઈ ખાસ વિસ્તારને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે.
કેટલાક સમય પહેલા પાકિસ્તાનના રેલવે પ્રધાનને એક રેલીમાં તે સમયે જોરદાર આંચકો લાગ્યો હતો, જ્યારે તે ભારત અને ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા હતા. રશીદને ભાષણ દરમિયાન અચાનક કરંટ લાગ્યો હતો. આંચકો લાગતા તેમનું માઈક તેમના હાથમાંથી છૂટી ગયું હતું. પાકિસ્તાની પ્રધાને આનો આરોપ પણ ભારત સરકાર પર લગાવી દીધો હતો.