ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીએ સોમવારે કહ્યુ છે કે મહેસૂલમાં વધારાની સાથે દેશમાં જીએસટીની બે દરો થઈ શકે છે. જો કે તેમણે સિંગલ સ્લેબ જીએસટી એમ કહીને નામંજૂર કરી દીધો છે કે આવી વ્યવસ્થા માત્ર અત્યંત સંપન્ન દેશોમાં જ શક્ય છે, જ્યાં ગરીબ લોકો નથી.
જીએસટીના બે વર્ષ પૂર્ણ થવા પર અરુણ જેટલીએ બ્લોગમાં લખ્યુ છે કે જેવી મહેસૂલમાં વૃદ્ધિ થાય છે, આ નીતિ નિર્માતાઓને 12 ટકા અને 18 ટકા સ્લેબને એક દરમાં વિલય કરવાનો અવસર આપશે. આવી રીતે જીએસટીમાં બે દર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટમાંથી બહાર થયા બાદ જેટલીએ આ પહેલો બ્લોગ લખ્યો છે. તેમના છેલ્લો બ્લોગ એક્ઝિટ પોલ પર હતો, જેમાં પીએમ મોદીની સ્પષ્ટ જીતની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
જેટલીએ કહ્યુ છે કે ભારતમાં જીએસટીનો એક દર હોઈ શકે નહીં. જેટલીએ બ્લોગમાં લખ્યું છે કે જે દેશોમાં ગરીબીની રેખા નીચે મોટી સંખ્યામાં લોકો છે,ત્યાં એકલ દર લાગુ કરવો અન્યાય થશે.
તેમણે લખ્યું છે કે પ્રત્યક્ષ કર એક પ્રગતિશીલ ટેક્સ છે. જેટલું વધારે તમે કમાવ છો, તેટલી વધારે ચુકવણી કરો છો. અપ્રત્યક્ષ કર એક રિગ્રેસિવ ટેક્સ છે. જીએસટી લાગુ થતા પહેલા અમીર અને ગરીબ વિભિન્ન વસ્તુઓ પર એક જ કરની ચુકવણી કરતા હતા.
મહત્વપૂર્ણ છે કે દેશમાં જીએસટીના લાગુ થવાને આજે બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જીએસટીને 1 જુલાઈ-2017ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.