- લક્ષ્મી વિલાસ બેંકને DBIL મર્જ કરવા કેબિનેટની મંજુરી
- NIIF માં 6 હજાર કરોડ રૂપિયાના રોકાણને પણ મંજૂરી
દિલ્હીઃ- કેન્દ્રીય મંત્રીમંડળે સંકટમાંથી સતત પસાર થઈ રહેલી લક્ષ્મી વિલાસ બેંકની ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં એટીસીમાં એફડીઆઇને પણ મંજૂરી આપવામાં આવી ચૂકી છે. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં 6 હજાર કરોડ રૂપિયાના રોકાણને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ સમગ્ર બાબતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફોરન્સમાં માહિતી આપી હતી, ઉલ્લખનીય છે કે રિઝર્વ બેંકે લક્ષ્મી વિલાસ બેંકને ડીબીએસ બેંકમાં મર્જ કરવાનો આદેશ આપ્યો હતો. એટીસી ટેલિકોમ ઇન્ફ્રામામાં 2480 કરોડ વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એટીસી પેસિફિક એશિયાએ ટાટા જૂથની કંપની એટીસીના 12 ટકા શેર હસ્તગત કર્યા છે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે લક્ષ્મી વિલાસ બેંકની હાલત ખરાબ કરવા બદલ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને બેંકના કોઈ કર્મચારીને છૂટા કરવામાં નહીં આવે.
તેમણે માહિતી આપી હતી કે વડા પ્રધાનની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતો અંગેની કેબિનેટ અને કેબિનેટ સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે હવે મૂડી એકત્રીત કરવા માટે દેવા બજારનો લાભ ઉઠાવવામાં આવશે.
આ અંતર્ગત, રાષ્ટ્રીય રોકાણો અને માળખાગત ભંડોળ ની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે નિર્ણય કર્યો છે કે તેમાં 6 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. આ સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર કરી શકાશે.
ભારતીય રિઝર્વ બેંકે 17 નવેમ્બરના રોજ, દક્ષિણ ભારત કેન્દ્રિત લક્ષ્મી વિલાસ બેંકને એક મહિના માટે મોરેટોરિયમ પર મૂકી દીધી હતી. આરબીઆઈએ બેંકને આદેશ આપ્યો હતો કે કોઈ પણ ગ્રાહક આવતા એક મહિના માટે બેંકમાંથી 25 હજાર રૂપિયાથી વધુ રકમનો ઉપાડ કરી શકશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેંકના શેર પર જોવા મળી રહી છે.
સાહીન-