Site icon hindi.revoi.in

હિમાચલ પ્રદેશના ‘લૂહરી હાઈડ્રો પ્રોજેક્ટ’ પર કેબિનેટની મહોર – યોજના હેઠળ વર્ષ દીઠ 775 કરોડ યૂનિય વીજળી મળશે

Social Share

 

કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશમાં લુહરી હાઇડ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મોદી કેબિનેટે આ હાઇડ્રો પ્રોજેક્ટ પર મહોર લગાવી છે. આ બાબતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ 10 મેગાવોટના પ્રોજેક્ટનો અંદાજે ખર્ચ 1810 કરોડ થશે. આ યોજનાથી દર વર્ષે 775 કરોડ યુનિટ વીજળી મળશે. આ સતલજ જલ વિદ્યુત નિગમ દ્વારા થશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મદદ પણ મળશે.

મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું કે, લૂહરી હાઈડ્રો પ્રોજેક્ટથી બે હજાર લકોને દેખીતી રીકે રોજગારીની તક મળી રહેશે, આ સાથે જ હિમાચલ પ્રદેશને 1140 કરોડ રુપિયાની વિજળી મફ્તમાં મળી રહેશે અને જે પરીવારોએ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે તેમને આવનારા 10 વર્ષો સુધીના સમયગાળા સુધી 100 યૂનિટ વીજળી મફ્ત આપવામાં આવશે,

આ સમગ્ર બાબતે 4 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, ભારત સાથે ઈઝરાયલ અને ઈગ્લેન્ડ વચ્ચે સ્વાસ્થ્ય સેવાઓને લઈને સમજોતો કરવામાં આવ્યો છે, આ ઉપરાંત ઈગ્લેન્ડ સાથે ટેલીકોમ્યૂનિકેશન અને આઈસીટી બાબતે સમજોતો કરવામાં આવ્યો છે, આ સાથે જ દેશની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર ચઢતી જોવા મળી રહી છે તેની ચર્ચાઓ પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

તેમણે પોતાની વાતમાં વધુમાં કહ્યું કે,વરસાદ સારી રીત વરસતા ખેતી ક્ષેત્રમાં વીજળીની માંગ વધી છે, તે છત્તા પણ વીજળીની ટોટલ માગણીમાં 12 ટકાનો ફાયદો થયો છે આ સાથે રેલ્વેની માગ પણ વધી છે.જો કે કોરોના મહામારીને કારણ હાલ રેલ્વે સેવા કેટલીક જગ્યાઓ પર બંધ છે, જો ઉદ્યોગમાં વીજળઈની માંમગ વધી રહી છે તો તે એક સારો સંકેત સુચવે છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વીજળીની માંગ જેમ જેમ વધી રહી છે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્રારા પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.હિમાચલ પ્રદેશની આ યોજનાને લઈને રોજગારીની તક સાપડશે અને વીજળી પુરતા પ્રમાણમાં ઉત્પન્ન થશે.

સાહીન-

Exit mobile version