- મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય
- નેચરલ ગેસ અને રેલવેને લઈને મોટો નિર્ણય
- નેચરલ ગેસ માર્કેટિંગ ગાઈડલાઈન્સને મળી મંજૂરી
- ઇસ્ટર્ન રેલવેના ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પ્રોજેક્ટને પણ મળી મંજૂરી
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નેચરલ ગેસ કિમતોની પોલિસીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેની જાણકારી આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, નેચરલ ગેસ માર્કેટિંગ ગાઈડલાઈન્સને મંજૂરી મળી છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી વિદેશી ઈમ્પોર્ટ ઘટશે. તો બીજી તરફ, રેલમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ઇસ્ટર્ન રેલવેના ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પ્રોજેકટને પણ કેબિનેટની મંજૂરી મળી છે. 16.6 કિમીના પ્રોજેક્ટ પર 8575 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પ્રસંગે રેલમંત્રીએ કહ્યું કે સેક્ટર 5થી હાવડા મેદાનને જોડતો 16.55 કિમી લાંબો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પ્રોજેક્ટને ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
સીસીઇએ એટલે કે કેબિનેટ કમેટી ઓન ઇકોનોમિક અફેયર્સની બેઠકમાં બુધવારે નેચરલ ગેસ માર્કેટિંગ ગાઈડલાઈન્સને મંજૂરી મળી છે. નવી ગાઈડલાઈન્સ ગેસ ઉત્પાદક કંપનીઓને લાગુ થશે. ઓઇલ ગેસ બ્લોકમાંથી બહાર આવતા ગેસના ભાવ અને માર્કેટિંગ પર લાગુ થશે.
સરકારનું કહેવું છે કે તેનો હેતુ કિમતોને કોમ્પિટેટીવ બનાવીને વ્યાજબી ગેસના ભાવ નક્કી કરવામાં આવી શકે. બીજું, સરકારે યુનિફોર્મ ગેસ માર્કેટની સંકલ્પના તૈયાર કરી હતી, જેને પૂરી કરવાની છે. હવે આ પગલા બાદ સરકારે જે ગેસ ટ્રેડીંગ એક્સચેન્જ બનાવ્યું છે. તેને મજબૂતી મળશે. યુનિફોર્મ ગેસ પ્રાઈસિંગ તરફ હવે ઓઇલ અને ગેસ સેકટર આગળ વધી શકશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે કેબિનેટે આજે 8,575 કરોડના ખર્ચે ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટને પૂર્ણ કરવાની મંજૂરી આપી દીધી છે. તેનાથી માસ ટ્રાંજિટ સિસ્ટમને વેગ મળશે.
તેમણે કહ્યું કે, ઇસ્ટ – વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટની કુલ રૂટની લંબાઈ 16.6 કિમી અને તેના પર 12 સ્ટેશનો હશે. આ પ્રોજેકટ ટ્રાફિક ભીડને ઘટાડશે, શહેરી સંપર્કમાં વધારો કરશે અને લાખો દૈનિક મુસાફરો માટે સ્વચ્છ ગતિશીલતા સમાધાન પ્રદાન કરશે.
_Devanshi