- ગુજરાત સહિતની પેટા ચૂંટણી માટે યોગ્ય સમય નક્કી કરાશે
- ચૂંટણીનો કાર્યક્રમ સમય આવતા બહાર પાડવામાં આવશે
- કોરોના સંકટના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
તાજેતરમાં કોરોના સંકટ વચ્ચે ઘણા બધા બધા કાર્યક્રમ રદ થયા છે તો ઘણા કાર્યક્રમોનો સમય સ્થગિત કરવામાં આવે છે,ત્યારે ગુજરાત સહિતની પેટા ચૂંટણી માટે પણ સમયને લઈને ચૂંટણી પંચ દ્રારા માહિતી આપવામાં આવી છે,વિતેલા દિવસ શુક્રવારના રોજ ચુંટણી પંચ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, દેશભરમાં કેટલીક વિધાનસભાની બેઠકો અને એક લોકસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે પરંતુ યોગ્ય સમયે જાહેર કરાશે.
દેશમાં કુલ 57 બેઠકો અને 56 વિધાનસભા બેઠકો તે સાથે જ એક લોકસભા બેઠક ખાલી પડેલી છે. પરંતુ હજી સુધી ચૂંટણી પંચ દ્રારા સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની તારીખો કંઈ છે. ચૂંટણી પંચે તાજેતરમાં આઠ બેઠકો ઉપરની પેટા ચૂંટણીને કોરોના સંકટને કારણે રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યાર બાદ એક બેઠક યોજીને આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી છે.
આઠ બેઠકો જેમાં સાત વિધાનસભાની અને એક લોકસાભની ખાલી બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છ મહિનાની અવધિ 7 સપ્ટેમ્બરના પૂર્ણ થઈ રહી છે. જ્યારે બાકીની 49 બેઠકો પર સપ્ટેમ્બર પછી ચૂંટણીનો સમયગાળો પુરો થવાનો છે,આ સમગ્ર બાબતે ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિધાનસભા અને લોકસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય પંચ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગેના સમગ્ર કાર્યક્રમની જાહેરાત યોગ્ય સમય આવતા જાહેર કરવામાં આવશે
સાહીન-