Site icon Revoi.in

એપ્રિલ 2021 સુધી વાયુસેનાના બેડામાં બીજા 16 રાફેલ લડાકૂ વિમાન સામેલ થશે

Social Share

દેશની વાયુસાનામાં લડાકૂ રાફેલ વિમાનો સામેલ થતા તેની તાકાતમાં વધારો થયો છે, હવે ભારતીય વાયુ સેનાના બેડામાં એપ્રિલ 2021 સુધીમાં બીજા 16 રાફેલ લડાકુ વિમાન પણ જોડાશે, આ અન્ય 16 વિમાન જોડાતાની સાથે ભારતીય સેના વધુ મજબુત બનશે.જો કે વાયું સેના પાસે ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન 17, અંબાલા ખાતે પહેલેથી જ પાંચ રાફેલ લડાકુ વિમાન તૈનાત છે.જાણકારો દ્વારા મંગળવારે માહિતી આપવામાં આવી હતી કે, ફ્રાન્સના સૌથી મોટા જેટ એન્જિન ઉત્પાદક, સાફરાન ભારતમાં ફાઇટર એન્જિન અને તેના સ્પેરપાર્ટ બનાવવા માટે સહમત થયા છે.

16 માંથી 3 રાફેલ વિમાનને 5 નવેમ્બર સુધી ભારત લવાશે

ત્રણેય રાફેલ વિમાન દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં બોર્દો-મેરીગ્નેક સુવિધા સ્થિત ડેસોલ્ટ એવિએશન વિધાનસભા પ્લાન્ટથી સીધા ભારત માટે ઉડાન ભરશે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના કહેવા મુજબ, આ વખતે આ વિમાન રસ્તામાં કોઈ પણ સ્થળે લેન્ડિગ નહી કરે , આ ફાઇટર એરક્રાફ્ટ ફ્લાઇટમાં ઉડાન વખતે જ હવામાં ઈંઘણ ભરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ,ફ્રાંસ તરફથી 29 જુલાઈના રોજ 5 રાફેલ અબુધાબીના માર્ગથી ભારતના અંબાલા એરબેઝ પર લાવવામાં આવ્યા હતા,જે ભારતીય વાયુસેનાના સ્કોવોડ્રોન સેનાનો ભાગ છે, આ પાંચ રાફેલ વિમાનને  યુનાઇટેડ અરબ અમીરાતમાં ઉતારવામાં આવ્યા હતા ફ્રાન્સમાં ભારતીય વાયુ સેનાના ફાઇટર પાઇલટ્સને તાલીમ આપવા માટે સાત રાફેલ લડાકુ વિમાનોનો ઉપયોગ પહેલાથી જ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે પ્રમુથ એપર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ 5 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે, 36 રાફેલ લડાકૂ વિમાન વર્ષ 2023 સુધી ભારતને મળી જશે, જેમાંથી 10 રાફેલ ભારતને સોપવામાં આવ્યા છે જેમાના 5 ફ્રાંસમાં જ છે .

સાહીન-