Site icon Revoi.in

રિલાયન્સ અને એમેઝોનને ટક્કર આપવા ટાટાની મોટી યોજના, આ કંપની સાથે 10,000 કરોડની કરશે ડીલ

Social Share

મુંબઈ: ઓનલાઇન ગ્રોસરી માર્કેટ કંપની બિગબાસ્કેટમાં ટાટા ગ્રુપનો મોટો હિસ્સો ખરીદવાની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. ખરેખર ટાટા ઓનલાઇન પ્લેટફોર્મમાં પ્રવેશ મેળવીને મુકેશ અંબાણીની રિલાયન્સ અને જેફ બેઝોસના એમેઝોનને કડી ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. આ યોજના અંતર્ગત ટાટા ગ્રૂપ બિગબાસ્કેટમાં 10,000 કરોડનો હિસ્સો શેર કરવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, ટાટા ગ્રુપ થોડા દિવસોમાં સત્તાવાર ઘોષણા કરી શકે છે.

બિગબાસ્કેટમાં ચીનના અલીબાબાની મોટી ભાગીદારી

અત્યારે બિગબાસ્કેટમાં ઘણાની ભાગીદાર છે. જેમાં સૌથી મોટી ભાગીદારી ચીનના અલીબાબાની છે. ચીની કંપની અલીબાબાની બિગબાસ્કેટમાં 29 ટકાનો હિસ્સો છે અને તે કંપનીનો સૌથી મોટો શેરહોલ્ડર છે. આ સિવાય અબરાજ ગ્રૂપ,ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન સહિતની અનેક કંપનીઓનો બિગબાસ્કેટમાં હિસ્સો છે. બિગબાસ્કેટનું કુલ બજાર મૂલ્ય 11.78 હજાર કરોડ છે. હવે ટાટા ગ્રુપ તેનો સૌથી મોટો શેરહોલ્ડર બનવા જઈ રહ્યો છે.

રિલાયન્સ અને એમેઝોનને ટક્કર આપવાની તૈયારીઓ

ખરેખર, રતન ટાટાના ટાટા ગ્રુપ આ ડીલ દ્વારા ઓનલાઇન માર્કેટપ્લેસમાં તેના પગને મજબૂત બનાવવા માગે છે. જો કે, આ ક્ષેત્રમાં હાલમાં રિલાયન્સ અને એમેઝોન જેવા મોટા પ્લેયર્સનો કબજો છે, જેને ટાટા ગ્રુપ તોડવા માંગે છે. ટાટા ગ્રુપ ટૂંક સમયમાં તેની સુપર એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એવામાં બિગબાસ્કેટના મોટા હાઉસહોલ્ડ આઇટમ અને કરિયાણાના ઉત્પાદનોને સારો સપોર્ટ મળી શકે છે.

નફાનો સોદો થઈ શકે છે બિગબાસ્કેટ

એક રિપોર્ટ મુજબ, બિગબાસ્કેટ પર દરરોજ લગભગ 3 લાખથી વધુ ઓર્ડર બુક થાય છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા વર્ષમાં કંપનીનું કુલ વેચાણ રૂ. 5200 કરોડ થયું હતું, માર્ચમાં કોરોના પછી કંપનીના કુલ વેચાણમાં 1.30 અબજ ડોલરનો વધારો થયો છે. એવામાં જો ટાટા ગ્રુપ મોટા હિસ્સામાં પોતાનો કબજો કરે છે, તો તે ચોક્કસપણે નુકસાનનો સોદો નથી.

_Devanshi