Site icon hindi.revoi.in

દેશને મળશે સૌથી મોટી FDI, મુકેશ અંબાણીની રિલાયન્સમાં સાઉદીની અરામકો કરશે 75 અબજ ડોલરનું રોકાણ

Social Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગમાં ઘોષણા કરી છે કે સાઉદી અરેબિયાની જાણીતી કંપની અરામકો આરઆઈએલ ઓઈલ ટુ કેમિકલ કારોબારમાં 20 ટકા શેર લેશે. તેની કિંમત 75 અબજ ડોલર છે. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે હાલ નિયામક એજન્સીઓ દ્વારા મ્હોર લાગવાની બાકી છે.

મુકેશ અંબાણીએ કહ્યુ છે કે મને આ ઘોષણા કરતા બેહદ ખુશી થઈ રહી છે કે રિલાયન્સના ઈતિહાસમાં સૌથી મોટા વિદેશી રોકાણને લઈને સંમતિ બની છે. રિલાયન્સ અને સાઉદીની અરામકો લાંબા સમયની ભાગીદારી પર સંમત થયા છે.

આરઆઈએલ ઓઈલ ટુ કેમિકલ કારોબારનું મહેસૂલ પાંચ લાખ કરોડ રૂપિયાથી વધારેનું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું જામનગરમાં દુનિયાનું સૌથી મોટું રિફાયનિંગ કોમ્પ્લેક્સ છે. તેની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિવસ 14 લાખ બેરલ છે.

મુકેશ અંબાણીએ આ વાત શેરધારકોને સંબોધિત કરતા કહી છે. અરામકો પાંચ લાખ બેરલ ઓઈલ દરરોજ રિલાયન્સની જામગનર રિફાયનરીમાં મોકલશે. કહેવાં આવી રહ્યું છે કે આ ભારતમાં વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ છે.

સાઉદી અરેબિયાની વિશાળ ઓઈલ કંપની આરામકોની કમાણી લાંબા સમયથી એક રહસ્ય બનેલી હતી. અહીંની સરકાર હંમેશા આને છૂપાવી રાખતી હતી.

પરંતુ આ વર્ષે એપ્રિલમાં આરામકોએ રહસ્ય પરથી પડદો હટાવ્યો અને કહ્યુ કે ગત વર્ષ તેને 111.1 અબજ ડોલરનો નફો થયો. કહેવામાં આવતું હતું કે આ કોઈપણ એક કંપનીની સૌથી મોટી કમાણી છે

2018માં એપ્પલની કમાણી 59.5 અબજ ડોલર હતી. તેની સાથે જ અન્ય ઓઈલ કંપનીઓ રોયલ ડચ શેલ અને એક્સોન મોબિલ પણ આ રેસમાં ઘણાં પાછળ છે. આરામકોએ પોતાની કમાણીને જાહેર કરીને એ જણાવ્યુ હતુ કે તેની ક્ષમતા શું છે.

આરામકો તરફથી નાણાંકીય આંકડા જાહેર કરવા બોન્ડ વેચીને 15 અબજ ડોલરની મૂડી એકઠી કરવાની તૈયારી તરીકે જોવાઈ રહ્યું હતું.

સંપત્તિ જાહેર કર્યા બાદ કહેવામાં આવી રહ્યુ હતુ કે આરામકો અને સાઉદી અરેબિયા મૂડી એકઠી કરવા વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. સાઉદી અરેબિયા ઓઈલ અને ગેસ પર મહેસૂલી નિર્ભરતાને ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે.

આરામકોને આ નાણાંથી સાઉદીની માલિકીવાળી પેટ્રોકેમિકલ કંપનીને ખરીદવામાં મદદ મળશે. આ પેટ્રોકેમિકલ કંપનીના ચેરમેન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે અને આ સોદો 69 અબજ ડોલરનો છે.

ક્રાઉન પ્રિન્સ ચાહે છે કે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં વિવિધતા હોય અને ઓઈલ પરની નિર્ભરતા ઘટે. સાઉદી ટેક્નોલોજી કંપનીઓમાં પણ રોકાણ કરી રહ્યું છે. સાઉદી અરેબિયાએ ઉબર અને ટેસ્લોમાં રોકાણ કર્યું છે. આરામકોની યોજના પોતાના શેર વેચવાની પણ છે, જેથી વધુ મૂડી એકઠી કરી શકાય. જો કે આ યોજનાની ગત વર્ષે રોકી દેવામાં આવી હતી.

સાઉદી બેસિક ઈન્ડસ્ટ્રીઝ અને પેટ્રોકેમિકલ કંપનીના શેરોને વેચીને સાઉદી અરેબિયાને ફંડ એકઠું કરવાનો વૈકલ્પિક માર્ગ તૈયાર કર્યો છે.

ક્રાઉન પ્રિન્સ નવા રોકાણો તરફ જોઈ રહ્યા છે, જેથી ગત વર્ષ સાઉદી મૂળના પત્રકાર જમાલ ખશોગ્જીની હત્યામાં સાઉદીની ભૂમિકા જાહેર થયા બાદથી પેદા થયેલા અલગાવની સ્થિતિની અસરે ઓછી કરી શકાય.

આરામકો ખુદ જ એક મોટું ઊર્જા ઉત્પાદક બનવા ચાહે છે અને તેવામાં સરકાર તેના કેટલાક શેરોને વેચવાનો નિર્ણય કરે છે, તો તે તેના તરફેણમાં જશે.

આરામકોના ચીફ એગ્ઝિક્યુટિવ અમીન નાસિરે કહ્યુ છે કે કંપની ગેસ સેક્ટરમાં સંપાદન કરવા ચાહે છે, જેથી ઓઈલની જેમ ગેસમાં પણ તે બાદશાહ બની શકે.

આરામકોની કમાણીથી એ વાત પણ સ્પષ્ટ છે કે તેનું ભવિષ્ય ઓઈલની કિંમતોમાં ઉછાળા અને ઘટાડા પર નિર્ભર છે. 2016માં આંતરરાષ્ટ્રીય સ્તર જ્યારે ઓઈલની કિંમત ઓછી હતી, ત્યારે આરામકોએ કહ્યું હતું કે તેની કમાણી માત્ર 13 અબજ ડોલર થઈ હતી.
જોકે રોકાણકારો માટે આરામકો અને સાઉદીના સંબંધો હંમેશાથી એક ગંભીર મુદ્દો રહ્યા છે. કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રુપના એનાલિસ્ટ અયહામ કામેલે તાજેતરમાં એક ક્લાઈન્ટને નોટમાં લખ્યું હતું કે એક્સોન અને શેવરોનથી અલગ આરામકોનું મહેસૂલ સંપૂર્ણપણે એક દેશ પર નિર્ભર છે અને આ તેની સ્થિરતા માટે ખતરનાક છે.

જો કે વિશ્લેષકોનું કહેવું છે કે સોમવારે આરામકોની નાણાંકીય માહિતી જાહેર થઈ, તો ખબર પડી છે કે તેની પાસે બેશુમાર ક્ષમતા છે અને ઘણી કંપનીઓને સંપાદિત કરવાની શક્તિ છે. સોમવારે મૂડી ઈન્વેસ્ટર સર્વિસના પ્રબંધક ડેવિડ જી. સ્ટેપલ્સે કહ્યુ છે કે અમકોની પાસે બેશુમાર મૂડી છે.

સ્ટેપલ્સ અને તેમના સહકર્મી રેહાન અકબરે કહ્યુ છે કે કંપનીએ કોઈપણ કર્જ વગર અથવા શેર વેચ્યા વગર આટલી મોટી કમાણી કરી છે.

2018માં અરામકોએ સાઉદીની સરકારને 160 અબજ ડોલરની રકમ આપી હતી. મૂડીનું કહેવું છે કે અરામકોની કમાણી ઓઈલના વધુ ઉત્પાદનથી થઈ છે. આરામકોની પાસે દુનિયાના કેટલાક મોટા ઓઈલ બ્લોક છે અને ઘણી ઓછી કિંમતમાં મળે છે.

આરામકોની આ નાણાંકીય માહિતી સામે આવ્યા બાદ સાઉદી અરેબિયાના મોટા ઓઈલ ક્ષેત્રોની પણ જાણકારી સામે આવી છે. સાઉદી અરેબિયાના પૂર્વ ભાગમાં ધવાર સૌથી મોટું ઓઈલ ક્ષેત્ર છે. તે 193 કિલોમીટરનું છે. ધવારમાં સાઉદી અરેબિયાના કુલ ઓઈલ ભંડારનો અડધો હિસ્સો છે. હજીપણ અહીં 48 અબજ બેરલ ખનીજતેલ છે.

આરામકો ઓઈલ કંપનીની પાંચ ટકા શેર વેચવાની યોજના હતી. તેને અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ કહેવામાં આવતો હતો.

આરામકોનો આઈપીઓ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030ના એ પ્રોગ્રામનો હિસ્સો છે, જેના પ્રમાણે તે સાઉદી અરેબિયાના ઓઈલપર નિર્ભરતાવાળી અર્થવ્યવસ્થાથી બહાર નીકળવા ચાહે છે. સાઉદીમાં આરામકો શાહી પરિવાર માટે એક ઓઈલ કંપનીથી વધુ મહત્વ ધરાવે છે.

આ કંપનીની સ્થાપના અમેરિકાની ઓઈલ કંપનીએ કરી હતી. આરામકો એટલે કે અરબી અમેરિકન ઓઈલ કંપનીનું સાઉદીએ 1970ના દશકમાં રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું.

સોમવારે આરામકોની કમાણીની માહિતી આવી તો તેના આધારે વિશ્લેષકોએ કહ્યુ છે કે આ એકથી દોઢ ટ્રિલિયન ડોલરની કંપની છે. જો કે ક્રાઉન પ્રિન્સ ચાહે છે કે આરામકો બે ટ્રિલિયનની કંપની બને. ભારતની અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલરની કરવાનું લક્ષ્યાંક છે.

કહેવામાં આવે છે કે આરામકોને લઈને કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે મતભેદ હતો. માટે ક્રાઉન પ્રિન્સ ચાહીને પણ તેનું લિસ્ટિંગ કરાવી શક્યા નહીં. ક્રાઉન પ્રિન્સ તેના પાંચ ટકા શેર વેચવા ચાહે છે. પરંતુ કિંગ સલમાન આના માટે સંમત નથી.

દુનિયાભરના મીડિયામાં આ વાત કહેવામાં આવી રહી છે કે સલમાનનો આ નિર્ણય થોપવા જેવો હતો. આ કંપનીના આઈપીઓ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે.

પબ્લિક લિસ્ટિંગ માટે નિરીક્ષણ અને ઘણી ચીજો સાર્વજનિક કરવાની જરૂરત પડશે. તેની સાથે જ અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલામાં સાઉદી પાસેથી ફંડિંગના આરોપનો મામલો પણ આઈપીઓને લઈને તુલ પકડે તેવી શક્યતા હતી. 

1980થી સાઉદી અરેબિયા પાસે આરામકોની માલિકી છે. 1982થી કંપનીની પાસે ઓઈલ ભંડારની ફીલ્ડને લઈને જે જાણકારી હતી, તેને ગુપ્ત બનાવી દેવામાં આવી હતી.

જો આરામકો શેરબજારમાં લિસ્ટિંગના નિયમોનું પાલન કરે છે, તો તેને ઓઈલ ભંડાર સંદર્ભે જાણકારી શેયર કરવી પડશે.

જો કે એ પણ કહેવામાં આવે છે કે આરામકોના શેરબજારમાં આવ્યા બાદ પણ વધારે પારદર્શકતાની આશા કરી શકાય તેમ નથી.

Exit mobile version