Site icon hindi.revoi.in

SBIના ગ્રાહકો માટે સારા સમાચાર- EMI પર છૂટ બાદ હવે આ નવી યોજના

Social Share

SBIના ગ્રાહકો માટે હવે સારા સમાચાર મળ્યા છે, દેશની સૌથી મોટી બેંક હવે તેના ગ્રાહકો માટે નવી યોજના લઈને આવી છે જેના થકી હવે બંકના ગ્રાહકોને ફાયદો થશે, આ પહેલા પણ એસબીઆઈ બેંક એ તેના ગ્રાહકોને ઈએમઆઈમા છૂટ આપી હતી.

દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકએ પોતાની દરેક રીટેલ લોનને સિસ્ટ્રક્ચરિંગ માટે ડિઝિટલ પ્લેટફોર્મ પર લાવવાનું નક્કી કર્યું છે, મીડિયા અહેવાલ પ્રમાણે આ શરુ કરવામાં આવેલા પોર્ટલ દ્વારા લોનની રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરવામાં આવશે જેમાં રી્સ્ટ્રક્ચરિંગ માટે પાત્રતાને પણ જોઇ શકાય છે. બેંક દ્વારા આ ખાસપોર્ટલ આવનારી 24 સપ્ટેમ્બર સુધી શરુ કરવામાં આવી શકે છે.

આ સુચના ગ્રાહકને એ માહિતી આપે છે કે તેઓ આ માટે લાયકાત ઘરાવે છે કે નહી, ઉલ્લેખનીય છે કે એસબીઆઈ પાસે આ માટે 2 કરોડ જેટલા ગ્રાહકો છે અને એ યોજનાનો સમયગાળો 6 મહિનાથી લઇને 2 વર્ષ સુધીનો હોઇ શકે છે,આપણે જાણીએ છીએ કે આ દેશની સૌથી મોટી બેંક છે. બેંક કોર્પોરેટ અને એમએસએમઇ ગ્રાહકો પાસેથી લોન રીસ્ટ્રક્ચરિંગની અરજી શઆખા દ્વારા સ્વિકારવાનું ચાલુ રાખવામાં આવશે

એસબીઆઇના જણાવ્યા પ્રમાણે તેમના 30 લાખ હોમ લોનના ગ્રાહકો છે. હવે તેઓ જો તેમની પાત્રતાને ચેક કરવા માંગતા હોય તો આ ઓટોમિક પધ્ધતિથી તેઓ ચેક કરી શકે છે. આ પ્રક્રિયા અમે મેન્યુઅલી નથી કરી શકતા. તેમણે જણાવ્યું કે સિસ્ટમ તમારી હાલની ઇનકમ અને આવતા કેટલાક મહિનામાં અપેક્ષિત ઇનકમ ચેક કરશે. આ આધાર પર તે 12 મહિનાથી બે વર્ષના મોરેટોરિયમની સલાહ આપશે. આ યોજના 22-24 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

સાહીન-

 

Exit mobile version