
ચૂંટણી કમિશનર અશોક લવાસાની ADB બેન્કના ઉપ અધ્યક્ષ તરીકે નિમણૂક
- ચૂંટણી કમિશનર અશોક લવાસાની ADBના ઉપ અધ્યક્ષ તરીકે નિયુક્તિ
- અશોક લવાસા ભારતના ચૂંટણી કમિશનર્સમાંથી એક છે
- અશોક લવાસા એડીબીમાં દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે
ચૂંટણી કમિશનર અશોક લવાસાની એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં ઉપ અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ છે. એશિયન ડેવલોપમેન્ટ બેન્કએ ચૂંટણી કમિશનર અશોક લવાસાને ખાનગી ક્ષેત્ર અને જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે સલગ્ન કામગીરી માટે ઉપ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
અશોક લવાસા ભારતના ચૂંટણી કમિશનર્સમાંથી એક છે અને પૂર્વમાં ભારતના કેન્દ્રીય નાણા સચિવ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં સચિવ અને નાગરિક વિમાન મંત્રાલયના સચિવ સહિત વરિષ્ઠ પદો સંભાળી ચૂક્યા છે.
અશોક લવાસા એડીબીમાં દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. એડીબી દ્વારા નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે રાજ્ય અને સંઘીય સ્તરે જાહેર-ખાનગી ભાગીદારી અને પાયાકીય માળખાના વિકાસ વિસ્તારમાં તેમનો બહોળો અનુભવ છે. 62 વર્ષીય લવાસા ટૂંક સમયમાં જ ચૂંટણી કમિશનરના પદનો ત્યાગ કરશે.
(સંકેત)
tags:
ADB BANK