Site icon Revoi.in

નાદાર થયેલી ટેલિકોમ કંપનીઓ પાસેથી નાણાં વસૂલાતની સરકાર યોજના ઘડે: SC

Social Share

અનિલ અંબાણી પાસેથી 43,000 કરોડના લેણાની વસૂલાત અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ નાણાની વસૂલાત અંગે સવાલો પૂછ્યા હતા. અનિલ અંબાણીએ દેવાળું કાઢ્યું છે અને હવે સ્પેકટ્રમ વેચવા જઇ રહ્યા છે. તમે 43,000 કરોડ કેવી રીતે વસૂલ કરવાના છો એ કહો. હાલના મોદી સરકારના વલણથી સુપ્રીમ કોર્ટને આશ્ચર્ય થઇ રહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે અનિલ અંબાણી પોતાની તમામ મિલકતો વેચી નાખે તો તમારી લેણી નીકળતી રકમ તમે કેવી રીતે વસૂલ કરશો એ સમજાતું નથી. આ બાદ શક્ય છે કે અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ રિઝોલ્યુશન પ્લાનમાં કદાચ કોઇ ફેરફાર કરે. અગાઉ બેન્ક્રપ્સી કોર્ટ દ્વારા અનિલને એરસેલ વેચવાની પરવાનગી મળી ચૂકી હતી. પરંતુ એરકોમ દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

જસ્ટિસ અરુણ મિશ્રાના અધ્યક્ષપદે બનેલી ત્રણ જજની બેન્ચે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો હતો કે આખરે ન્યાય માટે તમે કેમ કોઇ પગલાં લેવાની તત્પરતા દેખાડતા નથી ? એકવાર અનિલ સ્પેક્ટ્રમ વેચી નાખશે તો તમે લેણી નીકળતી રકમ શી રીતે વસૂલ કરવાના છો. વાત ખરેખર ક્યાં અટકી છે એ કોર્ટને સમજાતું નથી. બેન્ચના અન્ય એક ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર તરત પગલાં નહીં લે તો સ્પેક્ટ્રમને વેચતાં અટકાવી નહીં શકાય.

તે ઉપરાંત સુપ્રીમે બંધ થયેલી ટેલિકોમ કંપનીઓ આરકોમ, એરસેલ, વીડિયોકોન પાસે જવાબ માગ્યો હતો. આરકોમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રિઝોલ્યુશન પ્લાન સુપ્રીમ કોર્ટમાં વિલંબિત છે. સીઓસીએ તેને 100 ટકા મંજૂરી આપી દીધી છે. આરકોમે બેંકોના 49054 કરોડ રૃપિયા ચુકવ્યા નથી.

(સંકેત)