- કેઆરકેના ઘરમાં થઈ ચોરી
- સીસીટીવી ફૂટેઝ તેમણ ટ્વિટર પર શેર કર્યા
મુંબઈઃ- કેઆરકે અટલે કે કમલ રાશિદ ખાન કે જે છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં રહેતા જોવા મળ્યા છે. પહેલા, કેઆરકેએ ભાઈજાન સલમાન ખાન સાથે પંગો લીધો હતો. આ પછી, તેમણે મીકાહસિંહે પણ આડે હાથ લીધા હતા. ત્યાર બાદ કેઆરકેએ તેના ટ્વિટર હેન્ડલને પણ લોક કરી દીધું હતું. હવે તેમની ટ્વિટ એ લોકો જ જોઈ શકે છે જે લોકોને તેઓ ફોલો કરે છે. ત્યારે હવે ફરી કેઆરકે ચર્ચાનો વિષય બન્યા છે, વાત જાણ એમ છે કે તેમના ઘરે ચોરી થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ કેઆરકે દ્વારા ખુદ ટ્વિટ કરીને શેર કરવામાં આવ્યા છે.
કેઓરકે એ તેમના અધિકારિક ટિ્ટર પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘વર્સોવા પોલીસે મારા પાસેથી સીસીટીવીની ફુટેજ લઈ લીધી છે.તેમાં એ વ્યક્તિ જોવા મળી રહ્યો છે જેણે મારા ઘરમાં લૂટ કરવાનો પ્રયત્ન કર્યો છે, એક બીજા ટ્વિટમાં તેમણે લખ્યું છે કે,. ‘તે ગુંડો મને ડરાવવા માંગે છે ,તેને મારુ ઘર તોડવા દો. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પણ સીસીટીવી ફૂટેજ શેર કરી છે.
આ સાથે જ તેમણે પોતાની આગળની ટ્વિટમાં ગોજરેજ કંપનીને ટૈગ કરતા લખ્યું છે કે, તમારી તિજોરી તોડવામાં આવીશકે છે, મતલત તમે લોકોને બેવકુફ બનાવો છો.એક સામાન્ય ચોર તેને સરળતાથી તોડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ‘રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મની સમીક્ષાને લઈને કેઆરકે અને સલમાન ખાન વચ્ચે વિવાદ સર્જાયો હતો. સલમાન ખાન સાથે બવાલ કરતી વખતે કેઆરકેએ તેને ખૂબ સારા અને ખરાબ કહ્યા હતા. જ્યારે સલમાન ખાન દ્વારા તેમના પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો ત્યારે કેઆરકેએ કહ્યું કે આવું થયું કારણ કે તેણે ફિલ્મ ‘રાધે’ ને ખરાબ રિવ્યુ આપ્યા હતા. ત્યારથી કેઆરકેનો વિવાદ વકર્યો છે.