Site icon hindi.revoi.in

બુલેટ ટ્રેનનું સમયપત્રક બહાર પડ્યુઃ ક્યારે અને ક્યા થઈને જશે આ ટ્રેન ચાલો જાણીએ

Social Share

નરેન્દ્ર મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું માળખું તૈયાર થઈ ચુક્યું છે, નેશનલ હાર્ડ સ્પીડ રેસ કોર્પોરેશનના લિમિટેડના જણાવ્યા મુજબ મુંબઈ ને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સવારે 6:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યાની વચ્ચે 70 વાર આવનજાવન કરશે, જેમાં આ ટ્રેન 35 વાર આવશે અને 35 વાર જશે.આ ટ્રેનમાં વ્યક્તિ દીઠ 3 હજાર રુપિયા ભાડુ લેવામાં આવશે.

નેશનલ હાર્ડ સ્પીડ રેસ કોર્પોરેશનના લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર આંચલ ખરેએ જણાવ્યું કે, આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1380 હેક્ટેચર જમીન ફાળવવામાં આવી છે,જેમાંથી અત્યાર સુધી 622 હેક્ટેચર જમીનનું સંપાદન થી ચૂક્યું છે  બુલેટ ટ્રેન મુંબઈ થી અમદાવાદ સુધી 508 કિલો મીટરનું અંતર કાપશે તે સમય દરમિયાન આ ટ્રેન 12 સ્ટેશનો પર ઊભી રહેશે.

“અત્યાર સુધી અમે 45 ટકા જમીનનું સંપાદન કરી ચુક્યા છે,અમે ડીસેમ્બર 2023ની ડેડલાઈનને ધ્યાનમાં રાખીને જ આગળ વધી રહ્યા છીએ,આ યોજના પુરી થયા બાદ  ટ્રેન સવારે 6 વાગ્યો થી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં કુલ 35 ફેરા મારશે, આ પ્રોજેક્ટને 27 પેકેજમાં વહેચવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં દરિયાની અંદર બનનારી સુરંગનો પણ સમાવેશ થાય છે જે મુસાફરો માટે ક અદભૂત સફર  સાબિત થશે”.

ઉલ્લેખનીય છે કે,આ જમીન માટે ખેડૂતો વધુ વળતરની માંગણી કરી રહ્યા છે,આ વાતને લઈને આંચલ ખરેનું કહેવું છે કે,અમે સરકાર સાથે આ વિશય પર વાત કરી છે,તેમની માંગને ખૂબ ઓછા સમયમાં પુરી કરવાના પ્રયત્ન કરવામાં આવશે,

મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરુ થનારી બુલેટ ટ્રેનની ડિઝાઈન પણ તૈયાર થઈ ચુકી છે,અમદાવાદના સાબરમતીથી લઈને સૂરજપુર સ્ટેશન ઉપરથી આ ટ્રેન પસાર થશે,આ ઉપરાંત સ્ટેશન પર દરેક લેવલનું પાર્કિંગ બનાવવામાં આવશે.

Exit mobile version