Site icon hindi.revoi.in

આઝમ ખાનના હમસફર રિસોર્ટ પર ફળી વળ્યું બૂલડોઝરઃગેર કાયદેસર દબાણ હટાવાયું

Social Share

ઉત્તર પ્રદેશના રામપુરના સમાજ વાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ગેર કાયદેસર બંધાણ પર પોસીલે અટેક કર્યું છે, શુક્રવારના રોજ આઝમખાનના રામપુરમાં આવેલા હમસફર રિસોર્ટના ગેરકાયદેસર દબાણ વાળા ભાદને તોડી પાડવામાં આવ્યો છે, આઝમ ખાને આ રિસોર્ટ પર એક હજાર મિટર સુધી ગેર કાયદેસર બાંધકામ કર્યુ હતુ જે બાંધકામને આજ રોજ બે જેસીબી અને બૂલડોઝરે જમીન દોસ્ત કરી નાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સાશનકાળમાં આઝમખાને આ અંત્યંત સૂવિધા વાળા હમસફર રિસોર્ટની રચના કરી હતી, કરોડોના ખર્ચે બનેલા આ  રિસોર્ટનું લોકાર્પણ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે કર્યું હતુ. શુક્રવારે વહીવટ તંત્રએ કાર્યવાહી કરતા રિસોર્ટના ગેર કાયદેસર બંધાણના ભાગને તોડી પાડ્યો હતો.

અ પહેલા આઝમ ખાનની યુનિવર્સિટી મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટી વિવાદોમાં સપડાયેલી હતી ,આઝમ ખાન પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીન કબજે કરવા અને યુનિવર્સિટી બનાવવાના અનેક આરોપ લાગ્યા છે,સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન સામે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં 12થી પણ વધુ ફરિયાદ નોંધી છે. તે જ સમયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પણ આઝમ ખાન પર કાર્યવાહી કરી હતી અને  ઇડીએ આઝમ ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ ફરિયાદ પણ નોંધી છે અને આ પહેલા તેની યૂનિવર્સિટી પર ઈડીએ છાપો મારીને વર્ષો જુના પુસ્તકો કબ્જે કર્યો હતા.

ત્યારે આઝમ ખાન મહિનાના દોઢ  મહિનાથી રામપુરમાં જોવા જ મળ્યા નથી. બકરી ઈદના દિવસે  પણ તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં આવ્યા નોહતા. તેમણે રામપુરના રહીશોને પત્ર લખીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમના પત્રમાં તેમણે જોહર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પણ લખ્યું છે. આઝમનો આ પત્ર સોશિયલ મીડિયા પર ધણો વાયરલ થયો હતો.

Exit mobile version