Site icon hindi.revoi.in

73 રૂપિયા પ્રતિ લિટરના પેટ્રોલમાં હવે 35 રૂપિયા લાગી રહ્યો છે ટેક્સ

Social Share

નવી દિલ્હી: મોદી સરકાર 2.0ના બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર લગભગ 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારાનો ટેક્સ લગાવી દીધો છે. તેમા એક રૂપિયો પ્રતિ લિટરનું ઉત્પાદન શુલ્ક અને એક રૂપિયો પ્રતિ લિટરનો સેસ એટલે કે ઉપકર સામેલ છે. તેની અસર એ છે કે હવે દિલ્હીમાં મળનારું લગભગ 73 રૂપિયા પ્રતિ લિટરના પેટ્રોલમાં ટેક્સનો હિસ્સો વધીને 35.5 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ભાષણના બીજા દિવસે જ પેટ્રોલની કિંમતોમાં 2.5 રૂપિયા પ્રતિ લિટર અન ડીઝલની કિંમતોમાં 2.3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત 72.96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 66.96 રૂપિયા પ્રતિ લિટર છે.

બિઝનસ સ્ટાન્ડર્ડ પ્રમાણે, પેટ્રોલની બેસ કિંમત 33.91 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે જો તેમા કમિશન વગેરે સામેલ કરવામાં આવે, તો પણ પેટ્રોલ પ્રતિ લિટર લગભગ 38 રૂપિયામાં વેચાય. હવે પેટ્રોલ પર લાગનારો ટેક્સ બેસ કિંમતના 105 ટકા થઈ ગયો છે. પેટ્રોલ પર કુલ ટેક્સ 35.5 રૂપિયા પ્રતિ લિટરનો છે અને તેમાં 19.98 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ એટલે કે ઉત્પાદન શુલ્ક છે. તેના સિવાય 15.51 રૂપિયા પ્રતિ લિટરનો સ્ટેટ વેટ અને 3.56 રૂપિયા પ્રતિ લિટરનું ડીલર્સ કમિશન હોય છે.

તેવા પ્રકારે ડીઝલ પર બેસ કિંમતના 67 ટકા ટેક્સ લાગી રહ્યો છે. દિલ્હીમાં 66.69 રૂપિયા પ્રતિ લિટર ડીઝલ મૂલ્યમાં બેસ પ્રાઈસ 38.54 રૂપિયા પ્રતિ લિટર છે અને તેના ઉપર 15.83 રૂપિયા પ્રતિ લિટરની એક્સાઈઝ ડ્યૂટી અને 9.82 રૂપિયાનો સ્ટેટ વેટ હોય છે. 2.50 રૂપિયા પ્રતિ લિટર ડીલર્સને કમિશન આપવાનું હોય છે. એટલે જો ટેક્સ નહીં હોય, તો ડીઝલ માત્ર 1 રૂરિપાય પ્રતિ લિટરે જ મળત.

બજેટમાં એક્સાઈઝ વધવાની અસર એ છે કે હવે પેટ્રોલ અને ડીઝલનાં વેચાણ પર ટેક્સના મામલામાં કેન્દ્ર સરકારને રાજ્યોના મુકાબલે વધારે ફાયદો થશે. ટેક્સ વધવાથી કેન્દ્ર સરકારને લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર જે સેસ લગાવે છે, તેનો કોઈ હિસ્સો રાજ્યોને આપવાનો હતો નથી. માત્ર બેસિક એક્સાઈઝ ડ્યૂટીનો હિસ્સો રાજ્યોને વહેંચવાનો હોય છે.

હકીકતમાં ઈકોનોમિક સર્વેમાં એ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતોમાં નરમાશને કાણે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવશે, તેને જોતા સરકારે પહેલા જ ટેક્સ વધારીને મહેસૂલી આવકમાં થનારા નુકસાનને ભરપાઈ કરી લીધી છે.

Exit mobile version