Site icon hindi.revoi.in

Budget 2019: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવશે સરકાર, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને 400 કરોડ રૂપિયા

Social Share

નવી દિલ્હી: દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તમામ વર્ગોને લોભાવવાની કોશિશ કરી છે. બજેટમાં યુવાનોને લઈને ઘણી બધી ઘોષણાઓ કરવામાં આવી છે.

નાણાં પ્રધાને બજેટ દરમિયાન ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ભાર મૂક્યો હતો. તેના સિવાય ખેલકૂદને પ્રોત્સાહન આપવું અને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાની યોજનાઓને લઈને પોતાની સરકારની યોજનાઓ પણ સામે મૂકી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વિદેશી સ્ટૂડન્ટ્સને લોભાવવા માટે સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામને શરૂ કરવાની પણ વાત કહી હતી.

બજેટ-2019માં યુવાવર્ગ માટે નાણાં પ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો કે રોજગારના સેક્ટરમાં પણ મોટું કામ કર્યું છે. તેના માટે તેમણે ઉચ્ચ શિક્ષણનો માહોલ આંતરરાષ્ટ્રીય સ્તરે બનાવવાની વાત કહી છે. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યો સાથે યુવાનોને અવગત કરાવવાની પણ પહેલ શરૂ કરવાની વાત કરી છે. જાણો યુવાવર્ગ માટે નિર્મલા સીતારમણના બજેટની મુખ્ય વાતો-

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા દુનિયાની ટોચની 200માંથી દેશની એકપણ શૈક્ષણિક સંસ્થા ન હતી. આજે બે આઈઆઈટી સહીત ત્રણ સંસ્થા આ યાદીમાં આવે છે. તેને વધુ આગળ વધારવા તરફ અમે જોઈ રહ્યા છીએ.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે રેગ્યુલેટરી સિસ્ટમમાં વધુ સુધારો લાવવામાં આવશે. જેથી દેશમાં ઉચ્ચ શિક્ષણનો માહોલ આંતરરાષ્ટ્રીય સ્તરે બની શકે.

ખેલો ઈન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત થશે. ખેલાડીઓના વિકાસ માટે મોટું અભિયાન ચલાવવામાં આવશે.

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને 400 કરોડ રૂપિયાની મદદ કરશે કેન્દ્ર સરકાર

વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામની થશે શરૂઆત

મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાનોને અવગત કરાવવા માટે ગાંધીપીડિયા તૈયાર થશે.

નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામાં આવશે, જેનાથી રિસર્ચને પ્રોત્સાહન મળશે.

ટીચિંગની ગુણવત્તા વધારવા માટે ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાનની સ્કીમની શરૂઆત કરવામાં આવશે.

Exit mobile version