Site icon hindi.revoi.in

વધુ મુસ્લિમ IAS – IPS ચાહે છે મોદી સરકાર! ફંડમાં કર્યો દોઢ ગણો વધારો

Social Share

નવી દિલ્હી: 2019ના બજેટમાં મોદી સરકારે યુપીએસસી પરીક્ષામાં બેસનારા લઘુમતી સમુદાયના પ્રતિસ્પર્ધીઓ માટે ફાળવવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. યુપીએસસી, એસએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન વગેરે દ્વારા આયોજીત પરીક્ષામાં પ્રીલિમ્સ ક્વાલિફાઈ કરનારા લઘુમતી સમુદાયના ઉમેદવારોને મફત અને સસ્તું કોચિંગ ઉપલબ્ધ કરાવવા સાથે જોડાયેલી યોજના માટે ગત વર્ષ આઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ વર્ષે આ રકમને વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે સરકારે પહેલા જ ઘોષણા કરી હતી કે તેમનું ફોક્સ શિક્ષણ દ્વારા મુસ્લિમ સમુદાયની પરિસ્થિતિને સારી કરવા પર છે. ગત વર્ષ જ્યારે હજ સબસિડીને સમાપ્ત કરવામાં આવી હતી, તો લઘુમતી મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ હતુ કે સરકાર આ ફંડ્સનો ઉપયોગ મુસ્લિમ સમુદાયને શિક્ષિત કરવામાં કરશે.

યુપીએસસી સ્કીમનો ઉદેશ્ય સિવિલ સર્વિસિસમાં મુસ્લિમોની ભાગીદારીને વધારવાનો છે. આ સેવાઓમાં આ સમુદાયમાંથી અપેક્ષાકૃત ઓછી ભાગીદારી છે. સ્કીમ હેઠળ યુપીએસસીના ગ્રુપ-એ અને ગ્રુપ-બી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટાફ પબ્લિક કમિશનની પ્રીલિમ્સ એક્ઝામ પાસ કરનારાઓને સીધી આર્થિક મદદ આપવામાં આવે છે. નક્વીએ ગત વર્ષ એલાન કર્યું હતું કે સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હજભવનમાં સ્ટૂડન્ટ્સ માટે ફ્રી કોચિંગ શરૂ કરશે.

મહત્વપૂર્ણ છેકે યુપીએસસી પરીક્ષા 2017માં પહેલીવાર 50 મુસ્લિમ ઉમેદવારોએ એક્ઝામ ક્લિયર કરી હતી. 2018માં પણ આમ થયું હતું. 2013, 2014સ 2015 અને 2016માં અનુક્રમે 30,34, 38 અને 36 મુસ્લિમ ઉમેદવારોએ એક્ઝામ ક્લિયર કરી હતી. આ વર્ષની વાત કરીએ તો એક્ઝામ પાસ કરનારા મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ઘટીને 28ની થઈ છે. જો કે ગત વર્ષના 980 પ્રતિસ્પર્ધીઓના સ્થાને આ વખતે માત્ર 782 ઉમેદવારોને જ રિક્રૂટ કરવામાં આવ્યા હતા.

જો કે આ વર્ષે લઘુમતી સમુદાયની શૈક્ષણિક પ્રગતિ માટે ફાળવવામાં આવેલી રકમ 2362 કરોડ રૂપિયા છે. ગત વર્ષ બજેટમાં 2451 કરોડ રૂપિયાના ફંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આ વર્ષે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલશિપની જોગવાઈમાં 1220 અને 496 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગત વર્ષ આ રકમ 1296 અને 500 કરોડ રૂપિયાની હતી. આ ઘટાડા પર મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે આ ઘટાડો નામમાત્રનો છે અને બીજી યોજનાઓમાં ફંડ્સમાં વધારો કરવામાં આવ્યો છે.

Exit mobile version