Site icon hindi.revoi.in

ભારત-બાંગ્લાદેશ સીમા પરથી 26 બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ

Social Share
પ્રતીકાત્મક તસવીર

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં મંગળવારે બીએસએફે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરના ઘૌના મેદાન વિસ્તારમાંથી 26 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

બીએસએફના જવાનાઓ સોમવારે બંગાળમાં ભારત અને બાંગ્લાદેશની બોર્ડરના વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરીને 254 પશુઓને જપ્ત કરીને 17 પશુ તસ્કરોની ધરપકડ કરી હતી. તેની સાથે ગેરકાયદેસર ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરનારા પાંચ બાંગ્લાદેશી ઘૂસણખોરોની પણ ધરપકડ કરી છે.

બીએસએફે જણાવ્યું છે કે સીમાવર્તી માલદા, મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા અને નદિયા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં પશુઓને જપ્ત કરવાની સાથે પશુ તસ્કરો અને ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓનું કહેવું છે કે રવિવારે મધ્યરાત્રિમાં બે અલગ-અલગ ઘટનાઓમાં જવાનોએ નવ બાંગ્લાદેશી અને પાંચ ભારતીય પશુ તસ્કરોને 24 પશુઓ સાથે એરેસ્ટ કર્યા હતા. આ તસ્કરો પશુઓની બાંગ્લાદેશમાં તસ્કરીની કોશિશ કરી રહ્યા હતા.

એક અન્ય ઘટનામાં બીએસએફની 153મી બટાલિયનના જવાનાઓ બીઓપી ડોબિલા વિસ્તારમાંથી ત્રણ ભારતીય તસ્કરોને ત્રણ પશુઓ સાથે એરેસ્ટ કર્યા હતા.

વિભિન્ન ઘટનાઓમાં માલદા સેક્ટરના બીઓપી નિમતિતા અને સોવાપુર ક્ષેત્રમાં જવાનોએ તસ્કરોના એક જૂથની ગતિવિધિઓને જોઈ હતી કે જેઓ પશુઓને ગંગા નદીના પ્રવાહમાં નાખીને બાંગ્લાદેશમાં તસ્કરીની કોશિશ કરી રહ્યા હતા. ઘણી કોશિશો બાદ પૂરના પાણીમાંથી 186 પશુઓને જપ્ત કરવામાં આવ્યા હતા. તેના સિવાય અન્ય વિસ્તારોમાંથી 41 પશુઓને જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને બીએસએફ દ્વારા આ અભિયાનમાં 254 પશુઓને જપ્ત કરવામાં સફળતા મળી હતી.

Exit mobile version