Site icon hindi.revoi.in

વાજપેયી, સુષ્મા, જેટલી.. આગલો નંબર મોદીનો! : પીઓકેમાં જન્મેલા બ્રિટિશ મુસ્લિમ સાંસદ

Social Share

બ્રિટિશ સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડના સદસ્ય નજીર અહમદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદીત ટ્વિટ કરીને પોતાની હલકા દરજ્જાની માનસિકતા છતી કરી છે. નજીર અહમદે કહ્યુ છે કે “વિપક્ષે ભાજપ પર જાદૂટોણા, તંત્રમંત્રના દાવા વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌર, ગોવાના ભૂતપૂર્વ સીએમ મનોહર પર્રિકરના ગત એક વર્ષની અંદર નિધન થઈ ગયા. આગલો નંબર નરેન્દ્ર મોદીનો છે. ”

https://twitter.com/nazir_lord/status/1165925619194048513?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1165925619194048513&ref_url=https%3A%2F%2Fhindi.opindia.com%2Fmiscellaneous%2Finternational%2Fbritish-muslim-mp-lord-nazir-ahmed-gives-controversial-statement-about-pm-modi%2F

પીઓકેમાં જન્મેલા બ્રિટિશ સાંસદ લોર્ડ નજીર અહમદના આ અવિવેકી ટ્વિટને લઈને યૂઝર્સે સોશયલ મીડિયામાં તેમની ખૂબ ઝાટકણી કાઢી છે. તેના પછી નજીર અહમદે પોતાની હલકા દરજ્જાની માનસિકતા છતી કરતું ટ્વિટ ડિલીટ કર્યું, પરંતુ તેમની હલકા દરજ્જાની માનસિકતા ડિલીટ થઈ હોવાની કોઈ ખાત્રી નથી.

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ ટ્વિટ કરીને કહ્યુ છે કે આવા પ્રકારના બ્રિટિશ પ્રબુદ્ધ વર્ગની વચ્ચે હું સમજી શકતો નથી કે આ ધરતી પર કેવા-કેવા લોકો આવી ગયા છે. શું તમે લોકોને મેનેજ કરીને હાઉસ ઓફ લોર્ડના સદસ્ય બન્યા છો.

કિરણ રિજિજૂ સિવાય કુમાર વિશ્વાસે પણ નજીર અહમદના આ ટ્વિટ પર આકરી પ્રતિક્રિયા આપી છે.

મહત્વપૂર્ણ છે કે નજીર અહમદની કક્ષા તેમના પર 70ના દશકમાં એક બાળકી અને બાળક સાથે રેપની કોશિશો સાથે જોડાયેલો મામલો ચાલી રહ્યો છે. આ મામલાની તપાસ 2016માં શરૂ થઈ હતી.

24 એપ્રિલ, 1957ના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જન્મેલા નજીર અહમદ જ્યારે 11 વર્ષના હતા, ત્યારે તેમના પિતા બ્રિટન ચાલ્યા ગયા હતા. 18 વર્ષની વયે નજીરે બ્રિટનની લેબર પાર્ટી જોઈન કરી હતી. બ્રિટનના ભૂતપૂર્વ પીએમ ટોની બ્લેયરે 1988માં સજા આપવામાં આવી હતી, તેને નજીરે એક યહૂદી સાજિશ ગણાવી હતી. તેના પછી તુરંત તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને બાદમાં નજીરે લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું.

હાઉસ ઓફ લોર્ડ સંદર્ભે વાત કરીએ તો તેમા ઉચ્ચશિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગના લોકોને સદસ્ય બનાવવામાં આવે છે. આ ગૃહ હાઉસ ઓફ કોમન્સના કામનું નિરી7ણ રાખે છે અને સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. તેની સાથે જ સરકાર દ્વારા કરવામાં આવેલા કામનું આકલન કરવાનું પણ આ ગૃહની જવાબદારીમાં આવે છે.

Exit mobile version