Site icon Revoi.in

પત્રકારના પુસ્તકે ભારતીય દવા કંપનીઓને ‘આરોપીના પાંજરા’માં ઉભી કરી

Social Share

જેનરીક દવાઓ પર ખોજી પત્રકાર કેથરીન એબેનના નવા પુસ્તક ‘Bottle of Lies’એ ભારતીય દવા કંપનીઓની મુશ્કેલીઓને વધારી દીધી છે. આનાથી પહેલેથી પ્રાઈસ કંટ્રોલ અને વધી રહેલી સ્પર્ધા સામે ઝઝૂમી રહેલી કંપનીઓ ત્યાં વધુ દબાણમાં આવ જશે. આ પુસ્તક પ્રમાણે અમેરિકન માર્કેટમાં પોતાની દવાઓ વેચનારી ભારતીય કંપનીઓ તેને બનાવવામાં ખરાબ રીતરસમોનો ઉપયોગ કરી રહી છે. આનાથી અમેરિકાના દર્દીઓને ખરાબ ગુણવત્તાની દવાઓ મળી રહી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે, કેથરીન અને દિનેશ ઠાકુરના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જેનરિક દવાઓ અમેરિકાના દર્દીઓ માટે ઝેર સમાન છે. આ પુસ્તકમાં ભારતીય કંપની રેનબેક્સીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના ઉપર અમેરિકામાં દર્દીઓના હિતોની અવગણના કરવી અને દવાઓની ગુણવત્તા સાથે સમજૂતી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો ઘણાં વર્ષો સુધી અમેરિકાની અદાલતોમાં ચાલ્યો હતો. આ મામલામાં અમેરિકામાં ભારતની દવા કંપનીઓની પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગ્યો હતો. રેનબેક્સીને 50 કરોડ ડોલરનો દંડ આપવો પડયો હતો. બાદમાં સન ફાર્માએ રેનબેક્સીની ખરીદી કરી હતી.

અમેરિકામાં જેનરીક દવાઓનું વેચાણ કરતી ભારતીય કંપનીઓ પર સતત દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દવાઓની કિંમત મામલે દબાણ કરી રહ્યું છે અને તેની સાથે જ યુએસ ફેડરલ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે યુએસએફડીએના આકરા માપદંડો અને વધી રહેલી સ્પર્ધાએ તેનું માર્જિન અને નફો ઘટાડી દીધો છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંક નુમરાના માર્ચના રિપોર્ટમાં ગત ત્રણ વર્ષમાં અમેરિકામાં ભારતીય દવાઓના વેચાણમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવ્યં છે.

આવી સ્થિતિમાં કેથરીન એબેન અને દિનેશ ઠાકુરનું પુસ્તક ભારતીય દવા કંપનીઓને વધુ બદનામ કરશે. ઠાકુરે ક્હ્યુ છે કે આ પુસ્તક જેનેરીક દવાઓની સચ્ચાઈ જણાવી રહ્યું છે. તેમણે અમેરિકામાં સુરક્ષિત જેનેરીક દવાઓ માટે અમેરિકાની સંસદમાં સુનાવણીની પણ અપીલ કરી છે.