Site icon hindi.revoi.in

બ્રિટિશ પીએમએ કર્યું મારું યૌન શોષણ, મહિલા પત્રકારે લગાવ્યો આરોપ

Social Share

બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસન પર એક મહિલા પત્રકારે યૌન દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પત્રકારનો દાવો છે કે યુકેના નવા પીએમએ 1999માં તેની જાંઘોને સ્પર્શ કર્યો અને દબાવી હતી. જો કે બ્રિટનના વડાપ્રધાન જોનસને આવા આરોપોને સંપૂર્ણપણે નકારી દીધા હતા. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન તરીકે કંઝર્વેટિવ પાર્ટીના સંમેલનમાં બોરિસ જોનસનનો આ પહેલો દિવસ હતો અને તેમણે આવા પ્રકારના ગંભીર આરોપોનો સામનો કરવો પડયો.

મહિલા પત્રકારના આરોપો પ્રમાણે, બોરિસ જોનસન જ્યારે સ્પેક્ટેટર મેગેઝીનના તંત્રી હતા, તો તે દરમિયાન એક દિવસ બપોરે ભોજન સમયે તેમને બે મહિલાઓની જાંઘોને પકડી લીધી.

આ સનસનાટીપૂર્ણ આરોપોને લઈને ધ સન્ડે ટાઈમ્સના પત્રકાર ચાર્લોટ એડવર્ડસે દાવો કર્યો છે કે 1999માં એક દિવસ બપોરે વ્યક્તિગત લંચ દરમિયાન જોનસને એક મેજની નીચે પોતાના પગની આંગળીઓથી મહિલા પત્રકારની જાંઘોને સ્પર્શ કર્યો અને તેના પછી તેમણે ત્યાં બેઠેલી અન્ય મહિલા સાથે પણ આમ કર્યું હતું.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે અમેરિકાની એક ટેક કંપનીને બ્રિટનની સરકાર તરફથી જાહેર ફંડ મળ્યાની વાત સામે આવી. અમેરિકાના ટેક ઉદ્યમી જેનિફર અર્ચુરીની સાથે તેમના સંબંધોના ખુલાસા સાથે જ પત્રકારના આ દાવાને કારણે જોનસન નવા આરોપોનો સામનો કરી રહ્યા છે.

તો આ આરોપોને લઈને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ઘણાં નારાજ હોવાનું જણાવાય રહ્યુંછે. તેમણે આ દાવા અને ડાઉનિંગ સ્ટ્રીટને લઈને સામે આવી રહેલી વાતનો બકવાસ ગણાવી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે ડાઉનિંગ સ્ટ્રીટે શરૂઆતમાં રવિવારે ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ વરિષ્ઠ પ્રધાનો દ્વારા કથિત ઘટનાઓ સંદર્ભે પુછવામાં આવેલા સવાલોના જવાબમાં પ્રવક્તાએ તેને જૂઠ્ઠાણું ગણાવ્યું હતું.

Exit mobile version