Site icon hindi.revoi.in

બ્રિટનના નવા પીએમ બોરિસ જોનસનના ઈસ્લામ પર 7 વિવાદીત નિવેદન

Social Share

લંડનના ભૂતપૂર્વ મેયર બોરિસ જોનસન યુકેના નવા વડાપ્રધાન હશે. તેમણે વડાપ્રધાન પદની રેસમાં હાલના વિદેશ પ્રધાન જેરેમી હંટને હરાવ્યા છે. જોનસનને બ્રિટનની સત્તારુઢ કંઝર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે થયેલી ચૂંટણીમાં 66 ટકા વોટ મળ્યા હતા. બોરિસ જોનસનને બ્રિટનના ટ્રમ્પ પણ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના શુભેચ્છા સંદેશામાં કહ્યુ છે કે તેઓ યુકેમાં લોકપ્રિય છે, કારણ કે લોકો તેમને ત્યાં ટ્રમ્પ તરીકે જોઈ રહ્યા છે.

બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસન પોતાના ઈસ્લામ વિરોધી દ્રષ્ટિકોણને લઈને ખાસા વિવાદો પણ રહ્યા છે. જોનસનના વડાપ્રધાન બનવાની ઘોષણા થતા જ 36 વર્ષ સુધી કન્ઝર્વેટિવ પાર્ટીમાં રહેલા મોહમ્મદ અમીને આના વિરોધમાં રાજીનામું આપી દીધું છે.

બોરિસ જોનસન પર ઈસ્લામોફોબિયાના આરોપો લાગતા રહ્યા છે. તેમણે ભૂતકાળમાં ઘણાં આવા નિવેદનો આપ્યા છે કે જેના કારણે ભારે વિવાદ અને હંગામો થયો છે.

1) 2018માં અખબાર ધ ટેલિગ્રાફમાં પ્રકાશિત એક કોલમમાં જોનસને લખ્યુ હતુ કે જે મહિલાઓ બુરખો પહેરે છે, તે કોઈ લેટરબોક્સ અથવા બેંક લુંટારાઓની જેવી લાગે છે. બુરખા પર પ્રતિબંધને લઈને જોનસને કહ્યુ હતુ કે આ ઘણું જ હાસ્યાસ્પદ છે કે લોકો લેટરબોક્સની જેવા થઈને સડકો પર ફરવાનું પસંદ કરે છે.

2) તાજેતરમાં ધ ગાર્જિયનમાં પ્રકાશિત થયેલા બોરિસ જોનસનના એક આર્ટિકલમાં તેમણે ઈસ્લામને મુસ્લિમ દુનિયાના પાછળ રહેવાનું કારણ ગણાવ્યો હતો. બોરિસે કહ્યુ હતુ કે ઈસ્લામના કારણે મુસ્લિમ પશ્ચિમી દેશોથી સદીઓ પાછળ રહી ગયા છે.

3) જોનસનના એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયાના ઘણાં હિસ્સામાં ઈસ્લામે વિકાસનો માર્ગ અવરુદ્ધ કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે મુસ્લિમ દુનિયામાં જેટલા પાછળ રહી ગયા, તેટલી જ વધારે કડવાશ અને સંશયની ભાવના જન્મ લેતી ગઈ. દુનિયાભારમાં તમે વૈશ્વિક સંઘર્,ના જેટલા બિંદુઓના સંદર્ભે વિચારી શકો છો- બોસ્નિયાથી પેલેસ્ટાઈન, ઈરાકથી લઈને કાશ્મીર સુધી તેમા મુસ્લિમોની ભૂમિકા રહી છે.

4) જોનસને 2006માં રોમન સામ્રાજ્ય સંદર્ભે લખેલા પુસ્તક “The Dream of Rome”માં લખ્યું હતું કે ઈસ્લામ સંદર્ભે કંઈક એવું જરૂરથી હોવું જોઈએ, જેનાથી એ સમજવામાં મદદ મળી શકે કે મુસ્લિમ દુનિયામાં નવઉદારવાદ અને લોકશાહીના પ્રસાર કેમ થઈ શક્યો નથી.

5) જોનસનનો દ્રષ્ટિકોણ હતો કે ઈસ્લામિક વિશ્વની તકનીકી અને સાંસ્કૃતિક પ્રગતિને રોકવામાં ઈસ્લામ ધર્મની મહત્વની ભૂમિકા હતી. જોનસને લખ્યુ હતુ કે રોમન-બેન્જેટાઈન સામ્રાજ્યના શાસનમાં કોન્સ્ટેન્ટિનોપલ શહેરમાં જ્ઞાનની ધારા હજારો વર્ષો સુધી વહેતી રહી, જ્યારે ઓટોમન સામ્રાજ્યમાં 19મી સદીની શરૂઆત સુધી ઈસ્તંબુલમાં પહેલું પ્રિન્ટિંગ પ્રેસ પણ આવી શક્યું નથી. કોઈક તો એવી ચીજ હતી કે જેણે તેને સદીઓ પાછળ કરી દીધું.

6) ધ ગાર્જિયન પ્રમાણે, 2007માં “And Then Came the Muslims” શીર્ષકવાળા એક લેખમાં જોનસને વિંસ્ટન ચર્ચિલની પંક્તિઓને ટાંકી હતી – દુનિયામાં ઈસ્લામથી વધારે પાછળ ધકેલનારી કોઈ શક્તિ નથી.

7) જોનસન પ્રમાણે, આ સમય છે કે આપણે ઊંડાણમાં ઉતરીએ અને ચર્ચિલથી લઈને પોપ સુધીના આરોપોની તપાસ કરીએ. ઈસ્લામિક વિશ્વની અસલી સમસ્યા ઈસ્લામ જ છે. આપણે ઈમાનદાર થવું પડશે અને એ સ્વીકાર કરવો પડશે કે ચર્ચિલના ધર્મના સામાજિક અને આર્થિક પરિણામોના વિશ્લેષણમાં ઘણી સચ્ચાઈ છે. જોનસને આગળ કહ્યુ છે કે તે આશા કરે છે કે તેમને ઈસ્લામોફોબિયાના આરોપી ગણાવવામાં આવશે નહીં, કારણ કે તેમના પરદાદા, તુર્કિશ પત્રકાર અને નેતા અલી કેમાલ પણ એક મુસ્લિમ જ હતા.

Exit mobile version