Site icon Revoi.in

આજે બોળચોથ : સાતમ આઠમના પર્વનો શુભારંભ 

Social Share

દેવાંશી-

ગૌરીવ્રત કરવાનો અનેરો મહિમા છે, ગોરી એટલે પાર્વતી. પાર્વતી એટલે સકલ પ્રકૃતિ – અન્નપૂર્ણા. ગોરી એટલે મંગલકારી… જે રીતે પ્રકૃતિ અન્નપૂર્ણા છે.. એજ રીતે ગાય માનવની અન્નપૂર્ણા કે જીવનદાત્રી છે.ભારતીય સંસ્કૃતિના આવા દર્શનથી ગૌરીવ્રતની પરંપરા છે.પોતાના પરિવારનું મંગલ – શુભ – કલ્યાણના ઉદ્દેશથી સ્ત્રીઓ ગૌરીવ્રત કરવું.

શ્રાવણ વદ ચોથથી એટલે કે બોળચોથથી જન્માષ્ટમીના તહેવારોનો  શુભારંભ થાય  છે.આ દિવસને ગાયની પૂજા કરવાનો ઉત્તમ દિવસ ગણાય છે..બોળચોથને બકુલાચોથ પણ કહેવામાં આવે છે.સૌરાષ્ટ્રમાં બોળચોથનું ખુબ જ મહત્વ છે.. ગાયની સેવા કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે..ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી ગાયની પૂજા કરવાથી બધા ભગવાનની પૂજા ગણાય જાય છે.બોળચોથના દિવસે ગાયને ઘંટડી બાંધી શણગારવામાં આવે છે અને  ઘાસચારો નાખવામાં આવે છે.બાદમાં ગાયની પૂજા – અર્ચના કરવામાં આવે છે..બોળચોથના  દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ  વ્રત કરે છે, જેમાં ખાંડેલું અને દળેલું ભોજન લેવાંમાં આવતું નથી, તો દિવસ દરમિયાન આ વ્રતની ઉજવણી કરે છે..સાથે કથાનું કથન કરે છે અને  ગાયનું પૂજન કર્યા  બાદ  એકટાણું કરે છે ,જેમાં બહેનો મગનું શાક અને રોટલો લે છે.

હાલની સ્થિતિને જોતા કોરોના સંક્રમણને કારણે ધાર્મિક ઉત્સવો અને હરવા – ફરવા પર પાબંધી હોવાથી જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી ઘરબેઠા જ કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે મંદિરો બંધ હોવાથી લોકોએ ઘરમાં જ ઉજવણી કરવી પડશે.