Site icon hindi.revoi.in

વધારા સાથે બંધ થયું શેરબજાર, આ શેરોમાં રહી સૌથી વધુ તેજી

Social Share

મુંબઈ: આજે દિવસભરના ઉતાર-ચડાવ પછી અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.33 પોઇન્ટના વધારા સાથે 143.51 અંક પર 39757.58ના સ્તર પર બંધ થયું. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.23 પોઇન્ટ વધીને 11669.15ના સ્તર પર બંધ રહ્યો.

વિશ્લેષકો મુજબ, આગળ બજારમાં ઉતાર – ચડાવ શરૂ રહેશે. આથી રોકાણકારોએ સાવધાન રહેવું જોઈએ. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 2.63 ટકા તૂટ્યા છે. તો, નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટીમાં 2.41 ટકાનો ઘટાડો થયો છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ અને કોરોના વાયરસના વધતા કેસોને કારણે વૈશ્વિક વૃદ્ધિને લઈને અનિશ્ચિતતાને કારણે આ અઠવાડિયામાં શેર બજારો દબાણ હેઠળ રહેશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે, અમેરિકા અને યુરોપમાં હાલમાં કોવિડ -19 સંક્રમણના કેસમાં વધારાના પગલે ઘણા યુરોપિયન અર્થતંત્રમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેનાથી રોકાણકારોની ધારણા પર અસર પડી છે. જો કે, વિશ્લેષકોનું માનવું કે, કંપનીઓની અપેક્ષા કરતા વધુ ત્રિમાસિક પરિણામ અને આર્થિક ડેટામાં સુધારો બજારને ટેકો આપશે.

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંની નવનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા અઠવાડિયે સામૂહિક રૂપથી રૂ. 1,63,510.28 કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થયું હતું. કોટક મહિન્દ્રા બેન્કને બાદ કરતા સમીક્ષા હેઠળના સપ્તાહમાં અન્ય ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો થયો.

ટોપ 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ત્યારબાદ ક્રમશ: ટીસીએસ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસીસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એરટેલ અને એચસીએલ ટેકનોલોજીનું સ્થાન રહ્યું છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક,એક્સિસ બેન્ક,એચડીએફસી અને ભારતી એરટેલના શેર ગ્રીન માર્ક પર બંધ થયા છે. ઈચર મોટર્સ, રિલાયન્સ, એચસીએલ ટેક અને ટાટા સ્ટીલ લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર નાખીએ તો, આજે પીએસયુ બેંક, બેંકો, ખાનગી બેંકો, ફાઇનાન્સ સર્વિસઝ, એફએમસીજી અને રિયલ્ટી ગ્રીન માર્ક પર બંધ થયા છે. આઈટી, ફાર્મા, મીડિયા, મેટલ અને ઓટો લાલ નિશાન પર બંધ થયા છે.

આજે સેન્સેક્સ 151.82 પોઇન્ટ ઉપર 39765.89ના સ્તર પર ખુલ્યો હતો. તો, નિફ્ટી 54.95 પોઇન્ટની સાથે 11697.35 પર શરૂ થયો છે.

_Devanshi

Exit mobile version