Site icon hindi.revoi.in

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના સંટકમાં 2 કરોડ રુપિયાનું કર્યું દાનઃ- તેમના યોગદાનથી દિલ્હી ખાતે જીટીબી કોવિડ સેંટરનો આરંભ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ જગતના અનેક સિતારાઓ કોરોનાકાળમાં મદદદે આગળ આવી રહ્યા છએ, અનેક સેલેબ્સએ કરોડો રુપિયા દર્દીઓ માટે દાન કર્યા છે ત્યારે હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલ્હીના ગુરુ તેગ બહાદુર કોરોના કેર સેન્ટરમાં 2 કરોડ રૂપિયાની મોટી રકમનું યોગદાન આપ્યું છે. 400 બેડનું આ કોવિડ કેર સેન્ટરનો આજથી આરંભ થવા જઈ રહ્યો છે. રવિવારના રોજ તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

આ રિહર્સલ દરમિયાન તે બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું કે આ સેંટરમાં કઈ વસ્તુઓનો અભાવ છે, દિલ્હી શીખ ગુરુદ્વારા સમિતિના અધ્યક્ષ મંજિન્દરસિંહ સિરસાએ મીડિયા સાથેની વાતચીતમાં બોલિવૂડના નાયકર અમિતાભ બચ્ચનનો આભાર માન્યો હતો. કહ્યું કે આ કોવિડ કેર સેન્ટર માટે બચ્ચન સાહેબે 2 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

તેમણે એ પણ જણાવ્યું હતું કે,વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઇઝેશનના વિક્રમસિંહ સાહનીએ 200 ઓક્સિજન કોન્સેન્ટર્સ આપ્યા છે, જ્યારે તે જ રીતે બીજા ઘણા લોકો આગળ આવીને વિવિધ સેવાઓ માટેની જવાબદારી લીધી છે. આ કેન્દ્ર શરૂ કર્યા પછી, સમિતિ ગુરુદ્વાર બાંગ્લા સાહિબ અને અન્ય સ્થળોએ પણ આવી સુવિધાઓ બનાવશે.

મેનેજર કમિટીના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સોમવારથી દર્દીઓ માટે 300 બેડ ઉપલબ્ધ કરાવાશે. આ સાથએ જ બાકીના 100 બેડ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવામાં આવશે. આ પહેલા આ કેન્દ્રને 250 બેડ બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ દિલ્હી સરકારે તેને વધારીને 400 બેડ બનાવવાનો નિર્ણય લીધો છે. ઓક્સિજન ઉપરાંત દર્દીઓને દવાઓ અને વિના મૂલ્યે ભઓજન આપવામાં આવશે. કોવિડ કેર સેન્ટરમાં દિલ્હી સરકાર વતી ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફની સુવિધા આપવામાં આવી છે. આ કેન્દ્રને એલએનજેપી હોસ્પિટલ સાથે જોડવામાં આવ્યું છે, જેથી દર્દીને જરૂર પડે તો આઈસીયુમાં સારવાર મળી શકે.

ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને રહેવા માટે મોટી સંખ્યામાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે,આ સાથે જ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. સ્થાનિક ડીએમને આ સેંટરના નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે, જ્યારે સમિતિની નોડલ ઓફિસર કમિટીના જનરલ સેક્રેટરી હરમિતસિંહ કાલકા રહેશે.

Exit mobile version