Site icon hindi.revoi.in

બોલિવૂડના કેટલાક સ્ટાર્સ હવે સાઉથની ફિલ્મોમાં ચમકશે -જાણો રણવીર સિંઘ સહીતના કયા સ્ટાર્સ હવે સાઉથ ફિલ્મ મેકર્સ સાથે કરશે કામ

Social Share

મુંબઈઃ સાઉથની ફિલ્મો ખૂબ જ જોવાતી ફિલ્મો છે, સાઉથની ફિલ્મોને લઈને દર્શકો ખૂબ જ આકર્ષાયા છે, જેમાં ઘણઈ વખત બોલિવૂડ સ્ટાર્સ પર નજરે પડતા હોય છે, ત્યારે હવે બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંઘ પણ આપણાને સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે.

મળતી માહિતી પ્રમાણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મ  સાથે હવે રણવીર પણ કામ કરશે,હવે આવનારા સમયમાં અભિનેતાતા  દિગ્ગજ ફિલ્મમેકર એસ. શંકરની ફિલ્મમાં રોલ પ્લે કરતા નજરે પડશે, આ પહેલા પણ ‘કંચના’ની રીમેક ‘લક્ષ્મી’માં અક્ષય કુમારને તેમણે કામ સોપ્યું હતું, ત્યારે હવે તેઓ અનેક બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે.

આ સાથે જ પુરી જગન્નાથની અપકમિંગ ફિલ્મ ‘લાઇગર’માં  હવે બોલિવૂડની ચૂલબુલી એક્ટ્રેસ અનન્યા પાંડેને ડિરેક્ટ કરનાર છે. જેમાં વિજય દેવરકોંડા પણ લીડ રોલ પ્લેકરતા જોવા મળશે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર સાથે અનન્યાનો આ પ્રથમ અનુભવ રહેશે

તો બીજી તરફ ડિમ્પલ ગર્લ દિપીકા પાદુકોણ પણ હવે સાઉથની ફિલ્મમાં જોવા મળશે, યંગ ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે દીપીકા કામ કરશે.જો કે દિપીકાનો આ નવો અનુભવ નહી હોય તેણે આ પહેલા પણ કામ કર્યસાઉથના ફિલ્મમેકરની સાથે કામ કરવા જઈ રહી છે.

તો બીજી તરફ હવે મહેશભટ્ટને પુત્રી આલિયા ભટ્ટ અને એક્શન હિરો અજય દેવગન એસએસ રાજામૌલીની ‘ત્રિપલ આર’માં કેમિયો રોલ્સમાં આપણાને જોવા મળી શકે છે, તો ખૂબજ જાણતી ફિલ્મો આપનારા ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંઘ’ ફેમ ડિરેક્ટર રણબીર કપૂર, બોબી દેઓલ અને અનિલ કપૂર સ્ટારર ‘એનિમલ’ને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં જોવા મળશે.

સાહિન-

Exit mobile version