Site icon hindi.revoi.in

બોલીવુડ સ્ટારનો ક્રિકેટ પ્રેમ આવ્યો સામેઃ બોલીંગ કરતો વીડિયો કર્યો શેર

Social Share

મુંબઈઃ હાલ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલ ચાલી રહી છે. વિવિધ ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી રહ્યાં છે. બીજી તરફ બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. દરમિયાન ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ ક્રિકેટ રમતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સુનિલ શેટ્ટી બોલીંગ કરવા નજરે પડે છે. આ વીડિયો 6 લાખથી વધારે વખત જોવાઈ ચુક્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડમાં પણ આઇપીએલ અને ક્રિકેટનુ આકર્ષણ જોવા મળી રહ્યુ છે. બોલીવુડના સુપર સ્ટાર સુનિલ શેટ્ટીએ પોતાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં સુનિલ શેટ્ટી ગુગલી બોલ  ફેંકતા પડી રહ્યા છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે, બેટ્સમેનને સુનિલ શેટ્ટી ગુગલી બોલ ફેંકે છે. જે ગુગલી બોલ પર બેટ્સમેન કેચ આપી બેસે છે. વિ઼ડીયોના કેપ્શનમાં અભિનેતાએ લખ્યુ હતુ કે, ગુગલી હંમેશા કામ કરતી હોય છે. સુનિલ શેટ્ટીનો આ વિડીયો હાલમાં ખૂબ જોવાઇ રહ્યો છે. લગભગ છ લાખથી પણ વધારે વખત આ વીડિયો જોવાયો છે. આમ પણ ક્રિકેટ થી ખૂબ આકર્ષણ સુનિલ શેટ્ટી ધરાવે છે. તે જ્યારે પણ મોકો મળે ત્યારે ક્રિકેટ રમી લેતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એકશન હિરો તરીકે બોલીવિડમાં આગવુ સ્થાન બનાવનાર અભિનેતા સુનિલ શેટ્ટીએ બલવાનથી પોતાના ફિલ્મી કેરીયરની શરૂઆત કરી હતી. તેમજ અત્યાર સુધીમાં મોહરા, હેરાફેરી, ફીર હેરાફેરી, રક્ષક, ગોપી કિશન સહિત 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

Exit mobile version