Site icon hindi.revoi.in

અજય દેવગણના પિતા વીરુ દેવગણનું અવસાન, બોલિવુડના ટોપ સ્ટંટમેન હતા

Social Share

બોલિવુડના સુપરસ્ટાર અને તાજેતરમાં જ ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં જોવા મળેલા એક્ટર અજય દેવગણના પિતા વીરુ દેવગણનું અવસાન થઈ ગયું છે. વીરુ દેવગણના અવસાનના સમાચાર બોલિવુડ માટે આઘાત સમાન છે. વીરુ દેવગણ બોલિવુડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર હતા. અવસાનના સમાચાર જાહેર થયા બાદ બોલિવુડના તમામ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર સંવેદના દર્શાવી રહ્યા છે.

વીરુ દેવગણે બોલિવુડ ફિલ્મોમાં એક્ટર, ડાયરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર અને એક્શન કોરિયોગ્રાફર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે પોતાના કરિયરમાં આશરે 3 ડઝનથી વધુ ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું.  

વીરુ દેવગણનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના લગ્ન વીણા સાથે થયા હતા. તેમને ચાર બાળકો છે, જેમાંથી એક બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગણ છે. 1999માં આવેલી ફિલ્મ ‘હિંદુસ્તાન કી કસમ’ વીરુ દેવગણે ડાયરેક્ટ કરી હતી.

Exit mobile version