Site icon hindi.revoi.in

ચંદ્રયાન મિશન પર બૉલિવૂડને ગર્વ છેઃઈસરોના કાર્યને બિરદાવ્યું અને કહ્યું ‘હમ હોંગે કામિયાબ’

Social Share

ભારતના ચંદ્રયાન-2 મિશનને સફળતા પૂર્વક જોવાની દરેક દેશવાસીઓની આશા હતી પરંતુ કેટલાક કારણોસર તે આશા ફળી નહી પરંતૂ હજુ સંપૂર્ણ રીતે આ મિશન નિષ્ફળ પણ નથી ગયુ. હજુ આ મિશન પર અનેક આશાઓ સેવાઈ રહી છે,ત્યારે  ચંદ્રયાનનો ચંદ્રની સપાટીની માત્ર 1.2 કિમીની દૂરી પર આવીને સંપર્ક તૂટી જતા ઈસરોના વૈજ્ઞાનિકોમાં પણ નિરાશા જોવા મળી હતી.

આ મિશનને લઈને પીએમ મોદીએ ઈસરોમાંથી દેશને સંબોધન કરતા કહ્યું કે ‘હોસલો તૂટ્યો નથી પણ મજબુત બન્યો છે’ એમ કહી દરેકની આશાને અમર રાખી હતી,અને ઈસરોના કાર્યને બિરદાવ્યું હતુ, દરેક લોકોએ પોતાની ઉમ્મીદને કાયમ રાખી છે અને આગળ જતા સફળતા મળશે તેવી આશા રાખી છે.

ત્યારે આ ચંદ્રયાન મિશનને લઈને બૉલિવૂડ જગતમાં પણ આતૂરતાથી રાહ જોવાઈ રહી હતી ,દરેક સેલૅબ્સ આ ક્ષણની રાહ જોઈને બેસ્યા હતા પરંતુ જ્યારે ઈસરો દ્વારા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાની માહિતી મળી ત્યારે દરેકના ચહેરા પર નિરાશા તો છવાઈ જ હતી પરંતુ તે સાથે સાથે તેઓ એ આગળ સફળતાની ઉમ્મીદ દાખવી હતી તો,ચાલો જાણિએ ઈસરોના આ ચંદ્રયાન મિશન વિશે બૉલિવૂડની મહાન હસ્તીઓ શું કહે છે,

નિમ્રત કોરે ઈસરોની આ સફળતાને બિરદાવી હતી અને આ મિશનને મહાન ઉપલબ્ધિ ગણાવી છે

અનુપમ ખેરે આ રીતે હોસલો વધાર્યો હતો

અભિનેતા રિતેશ દેશમુખે કહ્યું કે ,હમ હોંગે કામિયાબ


બૉલિવૂડ કિંગ શાહરુખ ખાને પણ ટ્વિટ કરીને કંઈક આવું કહ્યું હતું

Exit mobile version