Site icon hindi.revoi.in

ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ: અનુપમ ખેરને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવી દિલ્હી: અનુપમ ખેરે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ટૂંકી ફિલ્મ હેપ્પી બર્થડે માટે અનુપમ ખેરને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અનુપમ આ એવોર્ડથી ખૂબ જ પ્રસન્ન છે અને સોશિયલ મીડિયા થકી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

હેપ્પી બર્થડે એ અનુપમ ખેરની શોર્ટ ફિલ્મ છે. જેમાં અનુપમ ખેરની સાથે અહાના કુમરા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રસાદ કદમે કર્યું છે. અનુપમ ખેર અને અહાના કુમરા અગાઉ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મમમા એકસાથે જોવા મળ્યા હતા.

અનુપમે એવોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મને ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. આ સાથે આનંદની વાત એ છે કે હેપ્પી બર્થડે ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આહના કુમરા તુમ ભી, જય હો આ ફિલ્મની આખી ટીમને ખાસ આભાર.

નોંધનીય છે કે અનુમપ ખેર સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સક્રિય છે અને અલગ અલગ વિષયો પર પોતાના મંતવ્યો વારંવાર રજૂ કરતા હોય છે અને ક્યારેક તો ટ્રોલ પણ થાય છે. તાજેતરમાં અનુપમ ખેરે સરકારને સમર્થન કરતી ટ્વિટ કરી હતી અને બાદમાં તેને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

(સંકેત)

Exit mobile version