Site icon Revoi.in

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો જન્મદિવસ,વાંચો બોલિવુડમાં કેવી રીતે મારી એન્ટ્રી

Social Share

મુંબઈ : બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા 2 જૂને પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે સોનાક્ષી તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. પટનામાં જન્મેલી સોનાક્ષીએ મુંબઇમાં અભ્યાસ કર્યો હતો. સોનાક્ષીએ ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષીએ વર્ષ 2010 માં ફિલ્મ દબંગથી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મો માટે પોતાને ફીટ કરવા માટે સોનાક્ષીને ખૂબ મહેનત કરવી પડી હતી.બોલિવૂડમાં આવતા પહેલા તેનું વજન ખૂબ વધારે હતું.જન્મદિવસના ખાસ પ્રસંગે ચાલો જાણીએ સોનાક્ષીથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

બોલિવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ વર્ષ 2010 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સલમાન ખાન સ્ટારર આ ફિલ્મથી સોનાક્ષીને ઘણી લોકપ્રિયતા મળી. તેમનો ડાયલોગ ‘થપ્પડ સે ડર નહીં લગતા સાહેબ, પ્યાર સે લગતા હૈ’ ખૂબ લોકપ્રિય થયો. શત્રુઘ્ન સિંહાની પુત્રી હોવા છતાં સોનાક્ષીએ પોતાની મહેનત અને પ્રતિભાથી પોતાનું નામ બનાવ્યું. આમ તો, સોનાક્ષી સિંહા જેટલી શાનદાર એક્ટ્રેસ છે, એટલી જ તે દિલથી પણ સારી છે. શું તમે જાણો છો કે, સોનાક્ષીને દબંગથી જે ફીસ મળી હતી, તેનું તેમણે શું કર્યું?

સોનાક્ષી સિંહાએ પોતાનો પહેલો પગાર સલમાન ખાનની એનજીઓ બીઇંગ હ્યુમનને દાનમાં આપ્યો હતો. બીઇંગ હ્યુમનએ જરૂરીયાતમંદ લોકોની મદદ કરે છે. આ સંસ્થા દ્વારા જરૂરીયાતમંદોને આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવે છે. તેથી સોનાક્ષીએ પોતાનો પહેલો પગાર અહીં લોકોની સહાય માટે દાનમાં આપ્યો હતો.

વર્કફ્રંટ વિશે વાત કરીએ તો સોનાક્ષી છેલ્લી ફિલ્મ દબંગ 3 માં જોવા મળી હતી. જે વર્ષ 2019 માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તે બીજી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. આ સિવાય સોનાક્ષીએ રાઉડી રાઠોડ, સન ઓફ સરદાર, લૂટેરા, બોસ, હોલિડે, તેવર, મિશન મંગલ, ખાનદાની શફાખાના, આર.રાજકુમાર અને નૂર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમ છતાં તેમની પાસે એક મોટો પ્રોજેક્ટ છે. તે ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકામાં છે.