Site icon hindi.revoi.in

બોલિવૂડ એક્ટર વરૂણ ધવને પ્રભૂતામાં પલગા માંડ્યા – ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ કર્યા લગ્ન

Social Share

દિલ્હીઃ-બોલિવૂડ એક્ટર વરુણ ધવન ઘણા સમયથી તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ટાઈમ  સ્પેન્ડ કરી રહ્યા હતા તેઓ એકબીજાને ટે઼ કરી રહ્યા હતા, તે બન્ને  લાંબા સમયથી પ્રેમ સંબંધમાં દોડાયેલા હતા, ત્યારે હવે છેવટે વરુણ ઘવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે.

વરુણ અને નતાશા બંનેએ મુંબઇ નજીક અલીબાગમાં લગ્નના સાત ફેરા ફર્યા હતા.છેલ્લા કેટલાય દિવસોથી તેમના લગ્નને લઈને  અનેક અટકળો ફેલાઈ રહી હતી છેવટે બન્નેએ લોકોના મો બંધ કર્યા છે, બંનેએ 24 જાન્યુઆરીએ લગ્ન કરી લીધા છે. લગ્નની ધાર્મિક વિધિઓ 23 જાન્યુઆરીથી જ શરૂ થઈ ચૂકી હતી.

વરુણ અને નતાશાની સંગીત અને મહેંદી સમારોહ પણ ઘૂમધામથી ચાલી હતી,આ પહેલા એવું કહેવામાં,વરુણ-નતાશા હનીમૂન પર જઈ શકશે નહીં કારણ કે વરુણ તેની આગામી ફિલ્મોનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને તુર્કીમાં તેમના હનીમૂન માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે આ કપલ બંને ઇસ્તંબુલના સિરાગન પેલેસમાં રોકાશે. આ સ્થળને વિશ્વનું સૌથી સુંદર અને વૈભવી  પેલેસ છે. વરુણ અને નતાશાની લવ સ્ટોરી વિશે જો વાત કરવામાં આવે તો તે એકદમ રસપ્રદ છે. બંને સ્કૂલમાં હતકા ત્યારથી જ એક બીજાને સારી રીતે ઓળખતા હતા, ત્યાર બાદલતેઓ સાથે ભણ્યા અને કોલેજમાં આવતા જ બન્ને એક બીજાના પ્રમેમાં પડ્યા હતા છેવટે બન્ને લગ્નના બંધનમાં બધાયા છે,ઉલ્લેખનીય છે કે, નતાશા ફેશન ડિઝાઇનર છે.

સાહિન-

Exit mobile version