Site icon hindi.revoi.in

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ફ્રી કોવિડ હેલ્પ લોંચ કરીઃ ઘર બેઠા કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈઃ-કોરોના મહામારીમાં લોકોના મસીહા બનીને ઊભરી આવેલા બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ દરેક વયખતે લોકોની મદદે આગળ આવતા હોય છે, કોરોનાના આ કપરા સમયમાં તે અનેક લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદ લોકોને ઓક્સિજન પહોંચાડવા અને દર્દીને એરલિફ્ટ દ્વારા હૈદરાબાદમાં સારવાર માટે લઈ જવાનું કામ કરી રહ્યો છે. હવે સોનુ સૂદે બીજી એક નવી પહેલ કરી છે, જે પહેલ થકી હવે તમે ઘરેથી જ તમારો કોરોનાનો ટેસ્ટ કરાવી શકો છો.

સોનુ સૂદે તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, “તમે આરામ કરો, મને ટેસ્ટ કરવા દો.” HealWell24 24 અને ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ પ્રા. લિ. સાથે” …..સોનુ સૂદે એક ટેમ્પલેટ પણ શેર કર્યો છે. તેણે આ વિશે સંપૂર્ણ માહિતી આપી છે અને લખ્યું છે કે, તમારા ઘર સુધી મદદ આવશે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો, આ માટે ટ્રોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. આ સિવાય તમે કવિડ ટેસ્ટ પણ કરાવી શકો છો.

આ પહેલા સોનુ સૂદે ટેલિગ્રામ એપ પર એક જૂથ બનાવ્યું હતું, જેના દ્વારા તે દેશભરના જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકશે. ‘હવે આખો દેશ સાથે આવશે. ટેલીગ્રામ ચેનલ પે ઈન્ડિયા ફાઇટ્સ વિથ કોવિડ પર હાથ થી હાથ મિલાવો. દેશ બચાવશે.ઉલ્લેખનીય છે કો સોનુ સૂદ ઓક્સિજન પહોંચાડવાથી લઈને અનેર કીરે કોરોનામાં લોકોની મદદે આગળ આવી રહ્યા છે

સાહિન-

Exit mobile version