Site icon hindi.revoi.in

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઈમાં 31 કરોડનો નવો એપોર્ટમેન્ટ ખરીદ્યો -જાણો તેમના આ નવા ઘરની ખાસિયતો

Social Share

મુંબઈઃ- બોલિવૂડના બેતાઝ બાદશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામા રહેતા એક્ટર છે, તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહીને પોતાના ચાહકોને માહિતી આપતા રહેતા હોય છે. ત્યારેહવે ફરી એક વખત બિગબી ચર્ચામાં આવ્યા છે, અને તેમનું ચર્ચામાં આવવાનું કારણ છે કે તેમણે તાજેતરમાં 31 કરોડનું નવુ ઘર ખરીદ્યું છે.

બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર અમિતાભ બચ્ચનના ઘણા ચાહકો છે. તેમના ચાહકો તેમની દરેક પ્રવૃત્તિ જાણવા આતુર છે. અમિતાભે તાજેતરમાં એક ઘર ખરીદ્યું છે. આ ઘર તેમણે એટલાન્ટિસ ખાતે ખરીદ્યું છે, જે મુંબઇના અંધેરીમાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે. આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ તેમણે 31 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

અભિનેતા અમિતાભે આ ફ્લેટ ગયા વર્ષે ડિસેમ્બર 2020 માં જ ખરીદ્યો હતો અને તે એપ્રિલ 2021 માં રજીસ્ટર કરાવ્યું  છે. અમિતાભે આ મકાન માટે 62 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તેમનો લક્ઝરી ઓપાર્ટમેન્ટ 5184 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણેઅમિતાભ બચ્ચનનું આ એપાર્ટમેન્ટ એટલાન્ટિસના 27 અને 28 મા માળ પર સ્થિત છે. તેમનો પ્રોજેક્ટ રિયલ્ટી ક્રિસ્ટલ પ્રાઇડ ડેવલપર્સ દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, તેઓએ આ મકાન સાથે 6 કાર પાર્કિંગ મેળવ્યા છે. 26 ઓગસ્ટ 2020 ના રોજ, મહારાષ્ટ્ર સરકારે મકાનો પરની સ્ટેમ્પ ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરી, જે સ્થાવર મિલકતને ટેકો પૂરો પાડે છે. આ છૂટ સરકારે 31 ડિસેમ્બર, 2020 સુધી આપી હતી. જેના કારણે અમિતાભને સ્ટેમ્પ ડ્યુટીનો લાભ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કે અમિતાભની સાથે અનેક મોટી હસ્તીઓએ પણ આ પ્રોજેક્ટમાં મકાનો ખરીદ્યા છે. તેમાંથી અભિનેત્રી સન્ની લિયોન અને દિગ્દર્શક આનંદ એલ રોયનો પણ સમાવેશ છે. સની લિયોને આ પ્રોજેક્ટમાં 4,365 ચોરસ ફૂટમાં ફેલાયેલ એપાર્ટમેન્ટ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને આ ટાવરમાં આનંદ એલ રાયે 25 કરોડનું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

Exit mobile version